know-these-benefits-of-ice-helth1

તમે બરફનો ઉપયોગ કરતા જ હશો. ક્યારેક પાણીમાં, શરબતમાં અથવા અન્ય કોઈ વસ્તુમાં, પરંતુ શું તમે જાણો છો કે બરફનો ઉપયોગ તમે ઘણી વસ્તુમાં કરી શકો છો.

બરફનો ઉપયોગ તમે દવા તરીકે પણ કરી શકો છો, સુંદર દેખાવા માટે પણ કરી શકો છો.

1. કડવી દવા લેતા પહેલા મોઢામાં બરફનો ટુકડો રાખવો, દવા કડવી નહીં લાગે.

2. જો તમે વધારે જમી લીધુ હોય અને ખાવાનું પચતુ ના હોય તો થોડાક બરફના ટુકડા ખાઈ લેવા. તરત જ ખોરાક પચી જશે.

3. જો તમારી પાસે મેકઅપનો સમય ન હોય અથવા તમારી ત્વચા ઢીલી પડતી હોય તો બરફનો એક નાનો ટુકડો લઈને તેને કોઈ કપડામાં લપેટીને ચહેરા પર લગાવો. તેનાથી તમારા ચહેરાની ત્વચા ટાઈટ થશે અને ત્વચામાં નિખાર આવશે.

4. પ્લાસ્ટિકમાં બરફનો ટુકડો લપેટીને માથા પર રાખવાથી માથાના દુખાવામાંથી રાહત મળશે.

5. જો તમારા શરીરમાં ક્યાંય પણ વાગ્યું હોય કે લોહી નીકળતું હોય તો તે જગ્યા પર બરફ ઘસવાથી લોહી બંધ થઈ જશે.

6. કાંટો વાગ્યો હોય તે જગ્યાને સુન્ન કરીને કાંટો અથવા ફો સરળતાથી નીકળી જશે અને તમને દુઃખાવો પણ નહીં થાય.

7. બેઠો માર વાગ્યો હોય ત્યાં બરફ લગાવવાથી લોહી નહીં જામે અને દુઃખાવો પણ ઓછો થાય છે.

8. નાકમાંથી લોહી આવતુ હોય તો કપડામાં લઈને નાકની ચારે તરફ રાખવાથી થોડાક જ સમયમાં લોહી નીકળવાનું બંધ થઈ જશે.

9. બરફના ટુકડાને ચુસવાથી ઉલ્ટી બંધ થઈ જાય છે

10. પગની એડિમાં બહુ દુખાવો થતો હોય તો બરફનો ટુકડો ઘસવાથી આરામ મળશે.

11. આંખની નીચે કાળા કુંડાળા દૂર કરવા માટે કાકડીના રસ અને ગુલાબ જળને મિક્સ કરીને બરફ જમાવો, પછી તે ટુકડાથી કાળા કુંડાળા પર માલિશ કરવી, બહુ જલ્દી તમારી સમસ્યા દૂર થઈ જશે.

જો વધારે સમય સુધી મોબાઈલ અથવા કોમ્યુટરનો ઉપયોગ કરવાથી તમારી આંખો દુખતી હોય તો બરફના ટુકડાને પોતાની આંખો પર માલિશ કરવી, તેનાથી જલ્દી રાહત મળશે.

12. જો આઈબ્રો કરતી વખતે દુખાવો થતો હોય તો એક બરફનો ટુકડો આઈબ્રોની ચારેય તરફ ઘસવો, તેનાથી આ ભાગ થોડીકવાર માટે સુન્ન થઈ જશે અને તમને દુઃખાવો પણ નહીં થાય. આ ઉપાય તમે શરીરના કોઈપણ ભાગ પર કરી શકો છો.

13. બરફના ટુકડાને ગળાની બહાર ધીમે ધીમે ઘસવાથી ગળાની ખારાશ દૂર થઈ જશે.

14. દાજી ગયા હોય તો તરત બરફનો ટુકડો તે દાજેલી જગ્યા પર લગાવો તેનાથી બળતરા નહીં થાય. તેમજ નિશાન પણ નહીં રહે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024