પાટણના કુણધેર ખાતે કુણધેર રાજપુત સમાજ દ્વારા માગશર સુદ પાંચમે બહુચરાજી મંદિર ખાતે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પાયોનિયર સ્કૂલના કેમ્પસ ડાયરેક્ટર અરવિંદસિંહ વાધેલા,પાટણ તાલુકા પંચાયતના ડેલીગેટ લક્ષ્મણસિંહ પરમાર,કુણધેર ગામના પૂર્વ સરપંચ શ્રી પરાગજી પઢિયાર,ડેરીના મંત્રી શ્રી બાબુજી ગોહિલ, પૂર્વ આચાર્ય શ્રી રણજીતસિંહ રાઠોડ,પૂર્વ આચાર્ય શ્રી દાદુજી દેવડા,પૂર્વ (PSI) શ્રી જગતસિંહ સોઢા,નરેન્દ્રસિંહ સોઢા અને બળદેવભાઇ રાજગોર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં મહેમાનશ્રીનો શાબ્દિક પરિચય પ્રવિણસિંહ ગોહિલે આપ્યો,ત્યારબાદ દીપપ્રાગટ્ય, ધોરણઃ1થી 10 ના ત્રણ વિદ્યાર્થીઓનું સન્માન દાતા શ્રી સ્વ.હઠીસિંહ ખેમસિંહ સોઢા તરફથી,ધોરણ 11 થી 12 વિદ્યાર્થીઓનું સન્માન દાતા આંનદીબા બાબુજી ગોહીલ,કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું સન્માન દાતા બાબુજી હાલાજી પઢિયાર,નિવૃત કર્મચારીનું, સરકારી કર્મચારીનું અને વિશિષ્ટ સિધ્ધિ પ્રાપ્ત કરેલનું સન્માન દાતા શ્રી મધુબા પરાગજી પઢિયાર તરફથી સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે શ્ર્વેતાબા એ સમાજને વ્યસનમૂકત, દાદુજી એ સમાજને સંગઠીત કરવાની અને ડેલીગેટ લક્ષ્મણસિંહે શિક્ષણ ઉપર અને પૂવ સરપંચશ્રી પરાગજી યુવાનો પ્રોત્સાહીત કર્યો જયારે મુખ્ય મહેમાન શ્રી અરવિંદસિંહ વાધેલા એ પ્રાચીન રસપ્રદ વાતો કરીને સમાજ એકતાંતણે કેવી રીતે બંધાય તે બાબતો પર ખાસ ભાર મુક્યો હતો.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન શૈલેન્દ્રસિંહ સોઢા,સંતોષસિંહ પરમાર અને આભારવિધિ રૂદ્રદતસિંહ દેવડાએ કરી હતી.

આ પ્રસંગે બહુચર યુવક મંડળના સભ્યશ્રી રમેશસિંહ,સ્વરૂપસિંહ મહિન્દ્રસિંહ,વિક્રમસિંહ,અજયસિંહ,પદ્યુમનસિંહ,અનિલસિંહે,ચેતનસિંહ, ભારે જહેમત ઊઠાવી હતી.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024