• મહિલા ડૉક્ટર સાથે ગેંગરેપ-હત્યાના 4 આરોપીઓના પરિવારોએ કહ્યું કે, તેઓ આ ઘટના બાદ લોકોનો સામનો નથી કરી શકતા
  • તેલંગાનામાં મહિલા ડૉક્ટરથી બળાત્કાર અને હત્યાના આરોપીઓનો પરિવાર હાલમાં ડર અને આઘાતમાં છે.
  • દેશમાં આરોપીઓની વિરુદ્ધ ઊભા થયેલા માહોલથી પરિવાર સંઘર્ષ કરી રહ્યા છે.
  • આરોપીઓની માતાએ કહ્યુ કે તેમના દીકરાને સજા મળવી જોઈએ. તે પણ એક દીકરીની માતા છે.
  • રાષ્ટ્રીય આક્રોશને જન્મ આપનારી આ ઘટનામાં સામેલ ત્રણ આરોપીઓ મોહમ્મદ આરિફ, ચિંતાકુંતા કેશાવુલુ અને શિવાના પરિવારના સભ્યો તેમના આ કૃત્યથી સ્તબ્ધ છે.
  • ગરીબ પરિવારમાંથી આવતા આરોપી કેશાવુલુની માતાએ મીડિયા સમક્ષ કહ્યું કે, તેમના દીકરાને યોગ્ય સજા મળવી જોઈએ.
  • છેવટે તે પણ એક દીકરીની માતા છે. આરોપીઓને ફાંસીની સજા આપવાની માંગના સવાલ પર તેઓએ કહ્યું કે, જો તમે તેને ફાંસી આપો છો કે તેને મારી નાખો છો અને જો હું કહું કે શું મારા દીકરાને પરત કરી શકો છો.
  • તેમણે કહ્યું કે, જ્યારે તેમના દીકરા માટે તેમના મનમાં આટલું દર્દ છે તો સળગેલી મહિલાને તેનું દર્દ નહીં થયું હોય.
  • આરોપીની માતાએ દાવો કર્યો કે કેશાવુલુ છેલ્લા 6 મહિનાથી ખરાબ સ્વાસ્થ્યના કારણે કોઈ કામ નથી કરી રહ્યો. બીજી તરફ, કેશાવુલુના પરિવારના એક અન્ય સભ્યનું કહેવું છે કે તેઓ હાલમાં કઠિન પરિસ્થિતિઓમાંથી પસાર થઈ રહ્યા છે.
  • તેઓએ કહ્યુ કે, તેઓ આ ઘટના બાદ લોકોનો સામનો નથી કરી શકતા. જ્યારે એક અન્ય આરોપી શિવાની માતાએ પણ કહ્યું કે, તેના અપરાધ માટે તેને યોગ્ય સજા આપવી જોઈએ.
  • પહેલા આરોપી મોહમ્મદના માતા-પિતાએ કહ્યું કે, તેમના દીકરો ઘટનાવાળી રાત્રે ઘરે આવ્યો હતો અને તેણે તેમને એક દુર્ઘટના વિશે જણાવ્યું હતું.
  • મોહમ્મદની માતાએ કહ્યું કે, તમે તેને કોઈ પણ સજા આપી શકો છો. આરોપીઓના પરિવારોએ કહ્યું કે, તેઓ સામાન્ય સ્થિતિમાં જીવન ગુજરાન કરે છે.
  • તમામ ધરપકડ કરાયેલા આરોપીઓને ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે.
  • આ ઘટનાના વિરોધમાં શનિવારથી તેલંગાના સહિત દેશમાં અનેક સ્થળે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. પ્રદર્શનકર્તાઓ દ્વારા આરોપીઓને મોતની સમજા આપવાની માંગ કરવામાં આવી રહી છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024