Rajya Sabha
- રાજ્યસભા (Rajya Sabha) ના સાંસદ અમરસિંહનું નિધન થઈ ગયું છે.
- અમરસિંહ છેલ્લા 6 મહિનાથી બિમાર હતા. તેઓ સિંગાપોર ખાતે સારવાર લઈ રહ્યા હતા.
- માહિતી મુજબ અમરસિંહનું કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવામાં આવ્યું હતું.
- અમર સિંહ સમાજવાદી પાર્ટીના પૂર્વ નેતા હતા.
- અમરસિંહ વર્તમાનમાં ઉત્તર પ્રદેશથી રાજ્યસભાના સાંસદ છે.
- 5 જુલાઈ 2016ના તેમને ઉચ્ચ સદન માટે ચૂંટવામાં આવ્યા હતા.
- તેમની સક્રિયતા સમાજવાદી પાર્ટીમાંથી અલગ થયા બાદ ઓછી થઈ ગઈ હતી.
- પરંતુ બીમાર થતાં પહેલા તેઓ ભાજપની નજીક આવી રહ્યાં હતા.
- તેમના રાજકીય કરિયરની શરૂઆત 1996મા રાજ્યસભા (Rajya Sabha) ના સાંસદ બન્યાની સાથે થઈ હતી.
- વર્ષ 2002 અને 2008માં પણ રાજ્યસભાના સભ્ય રહ્યા.
- એસપી નેતા મુલાયલ સિંહ યાદવ સિવાય મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના પરિવાર સાથે પણ અમરસિંહના ખૂબ જ સારા સંબંધ હતા.
- પરંતુ છેલ્લા અમુક વર્ષોમાં આ સંબંધોમાં અવરોધ ઉભો થયો હતો.
- આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં અમર સિંહે એક વીડિયો જાહેર કરી અમિતાભ બચ્ચનથી માફી માંગી હતી.
- એક સમયે મુલાયમ સિંહ યાદવના ખાસ કહેવાતા અમર સિંહ 2017ની પહેલા જ સાઇડલાઇન થવા લાગ્યા હતા.
- સમાજવાદી પાર્ટીમાં શિવપાલ યાદવ અને અખિલેશ યાદવના ઝડગામાં અખિલેશે અમર સિંહને વિલન માન્યા હતા.
- ઘણીવાર તો અખિલેશે જાહેરમાં તેમની આલોચના કરી હતી.
- બાદમાં અમર સિંહ ભાજપના કાર્યક્રમોમાં જોવા મળતા હતા.
- તેમણે આરએસએસ સાથે જોડાયેલા સંગઠનોને પોતાની સંપત્તિ દાન કરવાની પણ જાહેરાત કરી હતી.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow