Patan
તા.૨૫ ડિસેમ્બર પૂર્વ પ્રધાનમંત્રીશ્રી ભારતરત્ન સ્વ. અટલ બિહારી વાજપાઈના જન્મદિવસ નિમિત્તે પાટણ (Patan) ના એ.પી.એમ.સી. શાકમાર્કેટ ખાતે સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ અને પ્રવાસન વિભાગના મંત્રીશ્રી વાસણભાઈ આહિરની ઉપસ્થિતિમાં સુશાસન દિવસની ઉજવણી અંતર્ગત કિસાન કલ્યાણ કાર્યક્રમ યોજાયો. જેમાં મહાનુભાવોના હસ્તે સાત પગલા ખેડૂત કલ્યાણના અંતર્ગત વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાયના ચેક તથા કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સ્વ. અટલ બિહારી વાજપાઈને કૃષિ સુધારણાના સુત્રધાર જણાવી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કૃષિ ક્ષેત્રના વિકાસ માટે કેન્દ્ર સરકારની નિતિઓ અને નવીન કૃષિ સંશોધન બિલ અંગે ખેડૂતોને વર્ચ્યુઅલ માધ્યમથી માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહેલી કૃષિ વિકાસની કામગીરી અંગે માર્ગદર્શન આપ્યું હતું. પ્રધાનમંત્રીશ્રી દ્વારા ડિઝીટલ બટન દબાવી દેશભરના ૦૯ કરોડ ખેડૂતોના ખાતામાં કિસાન સન્માન નિધિ યોજના હેઠળ રકમ જમા કરાવી, જેમાં પાટણ જિલ્લાના અંદાજે ૦૨ લાખ ખેડૂતોના ખાતામાં રૂ.૪૦ કરોડની સહાય સીધા જ તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવી.
આ પણ જુઓ : ટૂંકું ને ટચ : કોઈપણ ભાષાને ગુજરાતીમાં વાંચવા Google Translate App.
આ પ્રસંગે મંત્રીશ્રી વાસણભાઈ આહિરે જણાવ્યું કે, ભારતનું ગૌરવ એવા સ્વ. અટલ બિહારી વાજપાઈના જન્મદિવસ નિમિત્તે આજે દેશભરમાં સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે કિસાન કલ્યાણના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જગતના તાતની આવક બમણી કરવાના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નને સાકાર કરવા રાજ્યનો કૃષિ વિભાગ સતત કાર્યરત રહ્યો છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં સિંચાઈ માટેના પાણીથી લઈ વિજળી સહિતની કૃષિલક્ષી સગવડો થકી રાજ્યના ખેડૂતોના સ્વપ્ન સાકાર થઈ રહ્યા છે.
મંત્રીશ્રીએ ઉમેર્યું કે, રાજ્ય સરકારના પ્રયાસોથી ખેડૂતોમાં બાગાયત ક્ષેત્ર તરફની રૂચી વધી છે. કેરી, ચીકુ અને ખારેકથી આગળ વધી આ વિસ્તારના ખેડૂતો ડ્રેગન ફ્રૂટની ખેતી કરતા થયા છે. કચ્છના ખેડૂતો દ્વારા ઉત્પાદિત ફળો વિદેશના બજારોમાં વેચાઈ રહ્યા છે. પાટણ પંથકમાં થતા ગાજરને પણ પ્રોસેસ કરી તેનું વેચાણ કરવામાં આવે તો તેનું મૂલ્યવર્ધન થઈ શકે તેમ છે. સાથે જ ગૌઆધારીત ખેતીને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર દ્વારા સબસીડી પણ આવામાં આવી રહી છે.
આ પણ જુઓ : પ્રેમિકાને અંગતપળોનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપનાર પ્રેમી ઝડપાયો
વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે, તત્કાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દિર્ઘદ્રષ્ટી અને લોકાભિમુખ વહિવટ થકી ખેડૂત હિતમાં કૃષિ મહોત્સવોનું આયોજન કર્યું હતું. સાથે જ સુજલામ-સુફલામ દ્વારા રાજ્યભરમાં સિંચાઈ માટે પાણી પહોંચાડી વડાપ્રધાનશ્રીએ કૃષિવિકાસ માટે ભગીરથ કાર્ય કર્યું છે.
કિસાન કલ્યાણ કાર્યક્રમમાં પાટણ (Patan) તાલુકાના ૨૩ લાભાર્થીઓને સાત પગલા ખેડૂત કલ્યાણના યોજનામાં પાક સંગ્રહ સ્ટ્રક્ચર, કિસાન પરિવહન, છત્રીઓ, જીવામૃત કિટ, ઉપરાંત માનવ કલ્યાણ યોજના અંતર્ગત કિટ તથા સમાજ કલ્યાણ વિભાગના લાભાર્થીઓને મંત્રીશ્રી સહિતના મહાનુભાવોના હસ્તે કિટ તથા સહાયના ચેકનું વિતરણ કરી લાભાન્વિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં મંત્રીશ્રીએ અમૃત આહાર મહોત્સવ અભિયાન હેઠળ ઓર્ગેનિક હાટનો રિબીન કાપીને શુભારંભ કરાવ્યો હતો.
આ પણ જુઓ : US માં ફાઇઝરની રસીની એલર્જિક રિએક્શનનું પ્રમાણ વધારે જણાયું
સાથે સાથે મંત્રીશ્રી વાસણભાઈ આહિર દ્વારા કાગળ કટીંગ માટે રાજ્ય કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર પાટણના લાભાર્થીને હસ્તકલા યોજના પુરસ્કાર અંતર્ગત રૂ.૦૧ લાખનો ચેક અને મોમેન્ટો તથા શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર યોજના અંતર્ગત બે લાભાર્થીઓને કુલ રૂ.૧૫ હજારના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.પારેખ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષય રાજ, સંયુક્ત બાગાયત નિયામકશ્રી એફ.કે.મોઢ, જિલ્લા સંગઠન પ્રભારીશ્રી મયંકભાઈ નાયક, સંગઠન મહામંત્રીશ્રી ભાવેશભાઈ પટેલ, એ.પી.એમ.સી. શાકમાર્કેટના ચેરમેનશ્રી મનોજભાઈ પટેલ સહિતના હોદ્દેદારશ્રીઓ, પદાધિકારીશ્રીઓ તથા વહિવટી તંત્રના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.