| સીટ (રાજ્ય) | ઉમેદવાર | 2014માં કોણ જીત્યું |
| આદિલાબાદ (તેલંગાણા) | સોયમ બાબૂ રાવ | ટીઆરએસ |
| પેડ્ડાપલ્લી | એસ. કુમાર | ટીઆરએસ |
| બહીરાબાદ | બનાલા લક્ષ્મા રેડ્ડી | ટીઆરએસ |
| હૈદરાબાદ | ડો. ભગવંત રાવ | એઆઇએમઆઇએમ |
| ચેવેલ્લા | બી. જનાર્દન રેડ્ડી | ટીઆરએસ |
| ખમ્મમ | વાસુદેવ રાવ | વાઇએસઆર |
| પથાનમથિટ્ટા (કેરળ) | કે સુરેન્દ્રન | કોંગ્રેસ |
| કૈરાના (ઉપ્ર) | પ્રદીપ ચૌધરી | ભાજપ |
| નગીના | ડો. યશવંત | ભાજપ |
| બુલંદશહેર | ભોલા સિંહ | ભાજપ |
| જંગીપુર (બંગાળ) | મફૂજા ખાતૂન | કોંગ્રેસ |
બીજેપીએ લોકસભા ચૂંટણી માટે આજે પોતાનું પાંચમુ લિસ્ટ જાહેર કરી દીધું છે. પાર્ટીએ તેલંગાણા, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, કેરળની લોકસભા સીટો માટે પોતાના ઉમેદવારોના નામોની જાહેરાત કરી. ઉત્તર પ્રદેશની કૈરાના લોકસભા સીટથી પાર્ટીએ પ્રદીપ સિંહને ટિકીટ આપી છે. વળી, બુલંદ શહેરથી ભોલા સિંહ બીજેપીના ઉમેદવાર હશે. આ અગાઉ બિહારમાં એનડીએએ પોતાના 39 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યુ. પટના સાહેબથી રવિશંકર પ્રસાદ, બેગૂસરાયથી ગિરિરાજ સિંહને ટિકીટ આપવામાં આવી છે. આ લિસ્ટમાં ભાજપે જે 11 સીટો પર ઉમેદવારો જાહેર કર્યુ છે. તેમાં 2014માં આમાંથી માત્ર 3માં જ બીજેપીને જીત મળી હતી.
