રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મલ્ટી પર્પઝ ઉપયોગ માટે ડ્રમ અને બે પ્લાસ્ટીકના ટોકર(ટબ) ખરીદી માટે સહાય યોજના હેઠળ ખેડૂતોએ બજારમાંથી ખરીદેલ ગુણવત્તા યુક્ત નિયત માર્કાવાળા 200 લિટર પ્લાસ્ટીકનું ડ્રમ તેમજ 10 લિટરના બે પ્લાસ્ટીકના ટોકર(ટબ) કિટની ખરીદી પર, ખરીદ કિંમત અથવા રૂ.2000 બે માંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવાની યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. આ બંને યોજનાઓનો શુભારંભ થોડા સમય અગાઉ જ કરવામાં આવ્યો છે. તેથી પાટણ જિલ્લાના ખેડૂતો આ યોજનાનો લાભ મેળવે તે માટે જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને વન્ય અને રખડતા પ્રાણીઓ દ્વારા ઊભા પાકને થતુ નુકશાન અટકાવવા માટે ખેતરની ફરતે ફેન્સીંગ બનાવવા, સોલાર પાવર યુનિટ/કીટ ખરીદીના ખર્ચના 50% અથવા રૂ.1500 બે માંથી જે ઓછુ હોય તે મુજબ સહાય આપવામાં આવે છે. તદઉપરાંત ખેડૂતોને મલ્ટી પર્પઝ ઉપયોગ માટે ડ્રમ અને બે પ્લાસ્ટીકના ટોકર(ટબ) ખરીદી માટે સહાય યોજના હેઠળ ખેડૂતોએ બજારમાંથી ખરીદેલ ગુણવત્તા યુક્ત નિયત માર્કાવાળા 200 લિટરનું પ્લાસ્ટીકનું ડ્રમ તેમજ 10 લિટરના બે પ્લાસ્ટીકના ટોકર(ટબ) કિટની ખરીદી પર, ખરીદ કિંમત અથવા રૂ.2000 બે માંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવાની યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. આ યોજનાનો શુભારંભ રાજ્યકક્ષાએથી માન.મંત્રી કૃષિપશુપાલન અને ગૌ સંવર્ધન રાઘવજીભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો. જેનું જીવંત પ્રસારણ જિલ્લા પંચાયત ભવન પાટણ ખાતે રાખવામાં આવ્યું હતુ. શુભારંભ પ્રસંગે આ બંને યોજના હેઠળ મળેલ લક્ષ્યાંક મુજબ હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતુ. તાલુકા કક્ષાએથી બંને યોજના હેઠળ મળેલ લક્ષ્યાંક મુજબ અન્ય લાભાર્થીઓને પૂર્વ મંજુરી હુકમો આપવાનું આયોજન હાથ ધરવામાં આવ્યુ છે. તેથી જિલ્લાના ખેડૂતો આ યોજનાઓનો લાભ મેળવે તે માટે જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
આ યોજનાના શુભારંભ પ્રસંગે જિલ્લા કક્ષાએથી જિલ્લા વિકાસ અધિકારી-પાટણ ડી.એમ સોલંકી, જિલ્લા પંચાયત સદસ્ય-સમી શ્રીબાબુજી ઠાકોર, જિલ્લા ખેતીવાડી અધિકારી અને ખેતીવાડી વિભાગનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.