પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત અનાજ વિતરણ કાર્યક્રમનો શુભારંભ.

- Advertisement -

This browser does not support the video element.

ગુજરાત (Gujarat) સરકારના પાંચ વર્ષના યશસ્વી કાર્યકાળ પૂર્ણ થયાના અવસરે ” અન્નોત્સવ દિન ” ની ઉજવણીના ભાગરૂપે “સર્વને અન્ન અને સર્વને પોષણ” ના મંત્ર સાથે (Prime Minister) પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીજીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અનાજ વિતરણ કાર્યક્રમનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવવામાં આવ્યો.

કોવિડ-19 ના કારણે ગરીબ પરિવારોને સર્જાયેલા આર્થિક પ્રભાવને ઘટાડી આવશ્યક સહાયતા પ્રદાન કરવાના અભિગમ સાથે શરૂ કરવામાં આવેલ #PMGKAY અંતર્ગત મા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી, ગુજરાતના લાભાર્થીઓ સાથે “વિડિયો કોન્ફરન્સ” ના માધ્યમથી સંવાદ કર્યો.

જે સંદર્ભે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના ચેરમેન બલવંતસિંહ રાજપૂત ની અધ્યક્ષતા હેઠળ વલસાડ ખાતે યોજાયો. તેમના વરદહસ્તે જરૂરિયાતમંદ “NFSA” લાભાર્થીઓને અનાજ વિતરણ કરવામાં તેમજ ગુજરાત સરકારના સફળ 5 વર્ષ પૂર્ણ થવાના અવસરે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ ના વિકાસના કાર્યોની વિસ્તૃત માહિતી આપવામાં આવી.

આ પ્રસંગે વલસાડ કલેક્ટર કું. પ્રરા આગરે, ડીડીઓ મનીષભાઈ ગુરવાની, ધારાસભ્ય ભરતભાઈ પટેલ, ડીએસઓ કેતુલભાઈ ઈટાલિયા, જીલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા તેમજ લાભાર્થીઓ ભાઇઓ અને બહેનોની વિશેષ ઉપસ્થિતી રહી હતી.