Sukha Duneke Canada Murder : ખાલિસ્તાની આતંકવાદી સુખદુલ સિંહ ઉર્ફે સુક્ખા દુનિકેની કેનેડાના વિનીપેગમાં 20-21 સપ્ટેમ્બરની વચ્ચેની રાત્રે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ તરફ સાબરમતી સેન્ટ્રલ જેલના અધિકારીઓએ દાવો કર્યો છે કે, લોરેન્સ બિશ્નોઈ અથવા તેની ગેંગનો હત્યાની જવાબદારીનો આક્ષેપ કરતી ફેસબુક પોસ્ટ સાથે કોઈ સંબંધ નથી.
સુખદુલ સિંહ ઉર્ફે સુક્ખા દુનિકેની હત્યાના થોડા કલાકો પછી લોરેન્સ બિશ્નોઈ ગેંગ નામના ફેસબુક પેજ પર એક પોસ્ટ લખીને તેની હત્યાની જવાબદારી લેવામાં આવી હતી. સુખદુલ સિંહ ઉર્ફે સુક્ખા દુનિકે મૂળ પંજાબના મોગા જિલ્લાનો રહેવાસી હતો અને 2017માં નકલી દસ્તાવેજો દ્વારા કેનેડા ભાગી ગયો હતો. તે દવિન્દર બંબીહા ગેંગ સાથે સંકળાયેલો હતો. તમને જણાવી દઈએ કે, લોરેન્સ બિશ્નોઈ ગેંગ અને બંબીહા ગેંગ વચ્ચે સતત દુશ્મની ચાલી રહી છે.
Lawrence Bishnoi killed gangster Sukhdul Singh in Canada?
ભારત અને કેનેડા વચ્ચે ખાલિસ્તનીઓને લઈને રાજદ્વારી સંબંધો ખરાબ થઈ રહ્યા છે. ત્યારે ખાલિસ્તાની સુખદુલ સિંહ ગીલની કેનેડામાં થયેલી હત્યા સંદર્ભે લોરેન્સ બિશનોઈએ સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા જવાબદારી સ્વીકારી હોવાની વાત તેના વકીલને મીડિયા દ્વારા પૂછાતા તેમને જણાવ્યું હતું કે લોરેન્સ અમદાવાદ સાબરમતી જેલમાં બંધ છે. આ કેવી રીતે શક્ય બને ! લોરેન્સના નામના 150 જેટલા સોશિયલ મીડિયા એકાઉન્ટ છે. જો ખરેખર આમ થયું હોય તો જેલ ઓથોરિટી સામે ગંભીર પ્રશ્ન ઉઠે ! તે સંદર્ભની અરજી પણ કોર્ટમાં અપાઈ છે કે તેની કે આ મુદ્દે જેલ ઓથોરિટીની પૂછપરછ કરવામાં આવે.
ATS ગુજરાતે NDPS કેસમાં આરોપીઓ સામે NDPS એક્ટ અંતર્ગત કલમ 8c, 21c, 23c, 25 અને 29 તેમજ IPC ni કલમ 18, 38, 39 અને 40 મુજબ ગુન્હો નોંધ્યો હતો. આ ઉપરાંત લોરેન્સ બિશ્નોઇ બાબર ખાલસા ઈન્ટરનેશનલ ટેરરિઝમ ગૃપને હથિયારો પૂરા પાડતો હતો તેવો પણ આક્ષેપ છે. લોરેન્સની કથિત ગેંગનું નામ સિદ્ધુ મુસેવાલા મર્ડર સાથે અને એક્ટર સલમાન ખાનને ધમકી આપવા સાથે પણ સંકળાયેલું છે.