marriage
વ્યક્તિનું નસીબ હાથની રેખાઓ નક્કી કરે છે. પરંતુ હાથમાં અમુક રેખાઓ અને નિશાન એવા પણ હોય છે જે વ્યક્તિની કિસ્મત પલટવામાં ઘણી મહત્વની ભૂમિકા ભજવે છે. આ ઉપરાંત હાથની રેખા પરથી જાણી શકાય છે કે લગ્ન (marriage) પછી એમનું જીવન કેવું હશે.
તમને જણાવવાનું કે, હસ્તરેખા શાસ્ત્રમાં શુક્ર પર્વત પરણિત સંબંધો સાથે સંકળાયેલ છે. તો શુક્રની રચના અને તેના પરનાં ગુણ જોઈને કોઈ પણ વ્યક્તિ લગ્ન (marriage) પછી વ્યક્તિનું જીવન કેવું રહેશે તે જાણી શકે છે.
હસ્તરેખા શાસ્ત્ર મુજબ, હાથની સૌથી નાની આંગળીની નીચે બુધ પર્વત હોય છે. બુધ પર્વતને અંતે કેટલીક આડી રેખાઓ છે. તથા આ રેખાઓને લગ્નની રેખાઓ કહેવામાં આવે છે. કોઈ વ્યક્તિનું પરિણીત જીવન આ રેખાઓની રચનાના આધારે નક્કી કરવામાં આવે છે. જો આ રેખા જેટલી સાફ હોય છે એટલું જ વ્યક્તિનું વૈવાહિક જીવન વધુ સફળ બને છે.
લગ્ન પછી શુક્ર પર્વતમાંથી કોઈ લાઇન નીકળીને શનિ પર્વત સુધી પહોંચે તો માણસનું નસીબ સારું માનવામાં આવે છે. ઉપરાંત, હથેળીમાં મગજની રેખાથી શનિ પર્વત પર કોઈપણ લાઇન જાય તો તેને પણ ખૂબ શુભ માનવામાં આવે છે. તેમજ લગ્ન પછી જ આવા લોકોની કિસ્મત ચમકે છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.