legal action against land mafias in small desert of Kutch of Satalpur taluka

સાંતલપુર તાલુકાના કચ્છના નાના રણમાં ભૂમાફિયાઓ દ્વારા ટ્રેક્ટર ની દાતી અને અને આગળ પાવડો લગાવી અભ્યારણ ની જમીન માં બિનકાયદેસર બાંધકામ કરી સરકારી જમીન ઉપર કાયદેસર નું દબાણ કરી રહેલા ભૂમાફિયા ઉપર અભ્યારણ ના અધિકારીઓની લાલ આંખ જોવા મળી હતી.

કચ્છના નાના રણમાં અભિયારણ્ય ના અધિકારી દ્વારા સતત પેટ્રોલીંગ કરતા પાંચ દિવસની અંદર બે આરોપીઓ સામે એફ.આઈ.આર દાખલ કરી નેઅંદાજિત બે લાખ રૂપિયાની કિંમતની સોલાર સિસ્ટમ જપ્ત કરવામાં આવેલ જે સોલાર સિસ્ટમ તાજુ બાંધકામ કરેલ હોય તેવી જગ્યા ઉપરથી જ મળેલ જેનો માલિક અભ્યારણ ના અધિકારીઓ ને હાથ ન લાગતા સોલાર સિસ્ટમ બિનવારસી બતાવવામાં આવેલ જેની હકીકત અભ્યારણ ફોરેસ્ટ અધિકારીએ જણાવેલ.

સાંતલપુર કચ્છના નાના રણમાં દિવસેને દિવસે બની બેઠેલા અગરિયા ઓ ખુલ્લેઆમ દબાણ કરી જમીન ઉપર કબજો કરી બહારથી આવેલી કંપનીઓને વેચાણ કરી રહ્યા છે ને નવા નવા બાંધકામ કરી લાખો રૂપિયાના ભાવે વેચવામાં આવી રહેલ છે જેની હકીકત PTN News દ્વારા પ્રસારિત કરાતા તરત જ આર.એફ.ઓ રાઠવા એ ડિસિઝન લઈ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024