Lieutenant Colonel Nitin Joshi

પુના ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે કમાન્ડન્ટ બ્રિગેડ એ.કે.ડેના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.

ગ્રીનીઝ બુક ઓફ રેકોર્ડ સહિત અનેક એવોર્ડ મેળવી પાટણ પંથક સહિત સમગ્ર ગુજરાતનુ ગૌરવ વધાર્યું.

ધર્મારણ્ય ભૂમિ પાટણ પંથકના અનેક વીરલાઓ માતૃભૂમિની રક્ષા કાજે દેશની સરહદ પર ફરજ બજાવી રહ્યા છે ત્યારે માતૃભૂમિની રક્ષા ની સાથે ગ્રીનીઝ બુક ઓફ રેકોર્ડ સહિત અનેક એવોર્ડ પ્રાપ્ત કરી વિક્રમો સર્જીને પાટણ પંથક સહિત સમગ્ર ગુજરાતને નામના અપાવનાર પાટણ તાલુકાના સરીયદ ગામના વતની લેફ્ટેનન્ટ કનૅલ નીતિન જોશીએ વધુ એક એવોર્ડ પ્રાપ્ત કરી સમગ્ર ગુજરાત ને ગૌરવ અપાવ્યું છે.

તેઓની આ વિશ્વ વિક્રમો સ્થાપવાની અનેરી સિધ્ધિમાં વધું એક સિદ્ધિનો ઉમેરો તારીખ 26 મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ નિમિત્તે તેમને પૂના ખાતે આયોજિત ૭૩મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે કમાન્ડન્ટ બ્રિગેડિયર એ.કે.ડેના વરદ્ હસ્તે આર્મી કમાન્ડર તરીકે ની ઉત્કૃષ્ટ કામગીરી બદલ નો એવોર્ડ પ્રાપ્ત થયો છે.

પાટણ પંથકના સરીયદ ગામના વતની અને નાન પણ થીજ દેશ માટે કંઇક કરી છૂટવાની ભાવના સાથે આર્મીમાં જોડાયેલા અને હાલમાં લેફ્ટનન્ટ કનૅલ તરીકે ફરજ બજાવતા નિતીન જોશી એ માતૃભૂમિની રક્ષા ની સાથે સાથે અનેક વિક્રમો પ્રસ્થાપિત કયૉ છે.

જેમાં તેઓએ અત્યાર સુધીમાં ૨૫૦૦ કિ.ગ્રા.બરફ ભરેલા સ્વિમિંગ પુલમાં ડુબકી લગાવવાનો આઈસ મેન એવોર્ડ, આયૅન મેન એવોર્ડ ,રિવસૅ દોડ એવોર્ડ, રાષ્ટ્રધ્વજ સાથે સાયકલ યાત્રા એવોર્ડ જેવા અનેક વિક્રમો પ્રસ્થાપિત કરી એવોર્ડો મેળવી વિશ્વ લેવલે પાટણ પંથક સહિત સમગ્ર ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. ત્યારે ૭૩ માં પ્રજાસત્તાક દિનની ઉજવણી પ્રસંગે લેફ્ટેનન્ટ કનૅલ નીતિન જોશી ની દેશ પ્રત્યેની ફરજ નિષ્ઠાની સાથે સાથે આર્મી કમાન્ડર તરીકેની ઉત્કૃષ્ટ કામગીરી ને ધ્યાનમાં રાખીને પુના ખાતે આયોજિત પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે તેઓને કમાન્ડન્ટ બ્રિગેડિયર એ.કે.ડેના હસ્તે એવોર્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

પાટણ પંથકના સરીયદ ગામના વતની લેફ્ટેનન્ટ કનૅલ નીતિન જોશીએ માં ભોમની રક્ષા ની સાથે સાથે અનેકવિધ પ્રવૃતિઓ કરી અનેક વિક્રમો પ્રસ્થાપિત કરી પાટણ પંથક સહિત સમગ્ર ગુજરાતને ગૌરવ અપાવ્યું છે.