બાળક સામે ગુસ્સામાં નકારાત્મક શબ્દોનો પ્રયોગ ના કરો.

નવા વર્ષે આપણે કોઇને કોઇ Resolutions આપણા જીવનમાં લઇએ છીએ. ત્યારે માતાની કામ વિશ્વનું એક તેવું કામ છે જે બાળકના જન્મ પછી આજીવન ચાલુ રહે છે. બાળક નાનું કે મોટું થઇ જાય છે પણ માને તે સંભાળ તે પ્રેમ તેની જગ્યા કોઇ નથી લઇ શકતું. માટે જ તમારા અને તમારા બાળક વચ્ચે નવા વર્ષે પણ આવો જ અતૂટ સંબંધ વધુ મીઠાશ અને મજબૂતી સાથે બની રહે તે માટે અમે લાવ્યા છીએ કેટલાક સ્પેશ્યલ Resolutions.

બાળકોના ઘડતરમાં ફિઝિકલ ટચ મહત્વનો ભાગ ભજવે છે.

બાળક તમે કેવી રીતે સ્પર્શો છો તે તેનાથી ખાસ અનુભવે છે. વળી તેનાથી તમારી અને તેની કનેક્ટિવિટી વધે છે. તમે એકબીજા સાથે વધુ જોડાવ છો. તો દિવસમાં ઓછામાં ઓછી એક વાર 10 થી 15 સેકન્ડ માટે તમારા બાળકને ગળે લગાડો. તેને જાદુની આ જપ્પી જેટલી બને તેટલી દિવસભર આપતા રહો.

  • જો તમે વર્કિંગ વૂમન છો તો રવિવારની રજામાં કંઇક તેવુ કરો કે તમારા બાળકને લાગે કે તે તમારા માટે ખાસ છે. ખાસ તો તેને સમય આપો. તેની સાથે વાત કરો. અલગ અલગ મુદ્દો જાણો તે આખું વીક શું કરે છે. શું રમે છે શું વાંચે છે.

દરેક બાળકને તેની માતાની કોઇ એક વસ્તુ ખાસ ભાવે છે.

સમયાંતરે ખાસ તેના માટે કંઇક બનાવો. શ્રેષ્ઠ તે રહેશે કે તેમાં તમારા બાળકને પણ જોડો. તેની રસોઇમાં મદદ લો. જેથી તમારી વચ્ચે કેટલાક યાદગાર પળ પસાર થઇ શકે.

  • બાળક સામે ગુસ્સામાં નકારાત્મક શબ્દોનો પ્રયોગ કરીને તેને નીચે પાડવાની ભૂલ તમે ગમે તેટલા ગુસ્સામાં કેમ ના હોવ પણ ના કરો. લડો પણ લડવાના ચક્કરમાં તેટલા નેગેટિવ ના થઇ જાવ કે તેના નાના મગજ પર તેની ઊંડી છાપ પડે. અને તેનો આત્મવિશ્વાસ ઓછો થાય.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News