એરપોર્ટ ઉપર ડ્યૂટી ફ્રી સ્ટોરથી હવે માત્ર એક જ બોટલ દારુ ખરીદી શકાશે, જાણો કારણ.

પોસ્ટ કેવી લાગી?
 • એરપોર્ટ ઉપર સ્થિત શુલ્ક મુક્ત સ્ટોર (Duty Free Store) ઉપર આગામી દિવસોમાં એક બોટલ દારૂ જ ખરીદી શકાશે.
 • સરકાર બિન જરૂરી વસ્તુઓની આયાતને ઓછી કરવા માટે આ સીમા લગાવવા માટે વિચાર કરી રહી છે. સુત્રોએ આ અંગે જાણકારી આપી છે.
 • સુત્રોના જણાવ્યા પ્રમાણે વાણિજ્ય મંત્રાલયે પહેલી ફેબ્રુઆરીએ રજુ થનારા સામાન્ય બજેટને ધ્યાનમાં રાખીને નાણાંમંત્રી નિર્મલા સીતારમણને આ સલાહ આપી છે.
 • મંત્રાલયે ડ્યૂટી ફ્રી સ્ટોરથી એક કાર્ટન સિગારેટ ખરીદવાની સુવિધા બંધ કરવાની સલાહ આપી છે.
 • અત્યાર સુધી જે વ્યવસ્થા છે એ અંતર્ગત વિદેશથી આવનારા મુસાફરો એરપોર્ટ ઉપર સ્થિત ડ્યૂટી ફ્રી સ્ટોરથી બે લીટર દારૂ અને એક કાર્ટન સિગારેટ ખરીદી શકે છે.
 • એક લીટર દારૂ ખરીદવાની મંજૂરીઃ સુત્રોના જણાવ્યા પ્રમાણે અનેક દેશ અત્યારે આંતરરાષ્ટ્રીય મુસાફરોને વધુમાં વધું એક લિટર દારુ ખરીદવાની મંજૂરી આપે છે.
 • ભારત પણ આને અપનાવી શકે છે.
 • સરકાર દેશમાં બિનજરૂરી વસ્તુઓની આયાતને ઓછી કરવાના વિવિધ ઉપાયોગ ઉપર ધ્યાન આપી રહી છે.
 • સરકારનું એવું માનવું છે કે, બિનજરૂરી વસ્તુઓની આયાતથી દેશનો વ્યાપાર ખાધ ઘટી શકે છે.
 • 50,000 રૂપિયાના સામાનની ખરીદી પર કોઈ ઇમ્પોર્ટ ડ્યૂટી નહીંડ્યૂટી ફ્રી દુકાનોથી દેશમાં આવનારા વિદેશી યાત્રીઓ સામાન્ય રીતે 50,000 રૂપિયાનો સામાન ખરીદી શકે છે.
 • આ ઉપર તેમને આયાત શુલ્ક આપવો પડતો નથી. આ સામાનો ઉપર કસ્ટમ ડ્યૂટી વધવાની શક્યતા સેવાઈ રહી છે.
 • વાણિજય મંત્રાલયે મેક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે વિ નિર્માણની વૃદ્ધિને ગતિ આપવા માટે આગામી બજેટમા કાગળ, બૂટ-ચપ્પલ, રબરના સામાન અને રમકડા વગેરે ઉપર સીમા શુલ્ક વધારવાની સલાહ આપી છે.
 • મંત્રાલય ફર્નિચર, રસાયણ, રબર, કોટેડ કાગજ અને પેપર બોર્ડ સહિત વિવિધ ક્ષેત્રોમાં 300થી વધારે સામાન ઉપર સીમા શુલ્કને તાર્કિક બનાવવાનો પ્રસ્તાવ આપ્યો છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures