Liquor dens in this city of Gujarat

મહેસાણા(Mahesana) શહેરના ટીબી રોડ પર આવેલા વિદેશી દારૂના અડ્ડાઓ પર નશાખોરોને શાંતિ અને સલામતીથી દારૂ ઢીંચવા માટે ખાસ બેઠક વ્યવસ્થા બનાવી હોવાનું સામે આવ્યું છે. તેમજ અહીં બૂટલેગરો દ્વારા નશાખોરોને દારૂની સાથે સોડા પાણી તેમજ બાઈટિંગ પણ વ્યવસ્થા ઉભી કરાઈ હોવાનું જાણવા મળ્યું છે. જેથી ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ હોવાનું પુરવાર થઈ રહ્યું છે!

વિદેશી દારૂના અડ્ડાઓમાં હવે બાર જેવી સુવિધા!

રિપોર્ટ મુજબ દિવાળીના તહેવારોથી જાણે બૂટલેગરોને છુટ મળી ગઈ હોય તેમ શહેરના કેટલાક વિસ્તારોમાં ધમધમતા વિદેશી દારૂના અડ્ડાઓમાં હવે બાર જેવી ખાસ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. શહેરમાં છેલ્લા દોઢ વર્ષમાં વિદેશી દારૂના ગુના દાખલ થયા છે, જેમાં 25 લાખથી વધુની કિંમતનો દારૂ પોલીસે કબજે કર્યો હતો. ઉપરાંત એ ડિવિઝન પોલીસે 8 લાખની કિંમતનો દારૂ તો બી ડિવિઝન પોલીસે 18.71 લાખનો દારૂનો જથ્થો કબજો કરીને ગુનો દાખલ કર્યો હતો.

દારૂની ગેરકાયેદ પ્રવૃત્તિઓ ઘટવાની જગ્યાએ વધી

જો કે, શહેરમાં દારૂના આંકડા તો પોલીસે પકડ્યા તે જ છે, જ્યારે ન પકડાયેલા તેમજ નશાખોરોએ ઢીંચેલા વિદેશી દારૂનો આંકડાઓનો અંદાજ કાઢવો મુશ્કેલ છે. ઉલ્લેખનીય છે કે, ગૃહમંત્રીની સૂચના બાદ મહેસાણામાં વિદેશી દારૂની ગેરકાયદે પ્રવૃતિઓ ઘટવાની જગ્યાએ ઉલ્ટાની વધી રહી હોવાનું સામે આવી રહ્યું છે.

સુરતમાં ઘરે આવેલા પાર્સલમાં દારૂ નીકળ્યો!

મીડિયા રિપોર્ટ મુજબ સુરતના ભટારમાં ભૂલથી અજાણ્યા એડ્રેસ પર દારૂનું પાર્સલ આવી જતાં બૂટલેગરોનો કિમીયો ખુલી ગયો હતો. પાર્સલમાં એડ્રેસ કારખાનેદારનું હતું. ડિલિવરી બોય 12 નવેમ્બરે 4 પાર્સલ આપી ગયો હતો જેમાં પત્નીએ તપાસ કરતા 1.35 લાખ કિમતની દારૂની 96 બોટલ મળી આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024