Liquor
નારોલ અસલાલી હાઈવે પરથી મોટા પ્રમાણમાં દારૂ (Liquor) ઝડપાયો છે. PCB એ નારોલ-અસલાલી હાઇવે પરથી રાજસ્થાન પાસિંગની ટ્રકમા ઘઉની બોરીની આડમાં દારૂની હેરાફેરી કરતા બે લોકોને ઝડપી પાડ્યા છે.
પોલીસને આ ઘટનામાં વિદેશી દારૂ (Liquor) ની બોટલ નંગ -2760 (230 પેટી) જેની કિંમત Rs.11,04,400 છે. તથા ઘઉની બોરી નંગ-480, મોબાઇલ તથા ટ્રક મળી કૂલ- Rs.22,62,000ના મુદામાલ સાથે બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. અમદાવાદ રાજુ નામના શખ્સને ફોન કરી હરિયાણાથી દારૂ ભરી આપવાનો હોવાનું બહાર આવ્યું છે.
મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ PCBની ટીમને આ અંગે બાતમી મળી હતી. અમદાવાદમાં બહારથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઘૂસાડવામાં આવનાર છે. રાજસ્થાન પાસિંગવાળા ટ્રકમાં હરિયાણાથી દારૂ ભરીને અમદાવાદ લવાઈ રહ્યો છે. તથા નારોલ- અસલાલી હાઇવે પરથી પસાર થવાની છે.
જો કે, પોલીસને મળેલી બાતમીના આધારે સતર્ક થઈને વોચ ગોઠવાઈ હતી. ત્યાં આ ટ્રક આવતા જ પોલીસે તેને રોકી પૂછપરછ કરતા ટ્રક ચાલક નવદીપ બિશનોઈ અને ક્લીનર અક્ષય બિશનોઈ હોવાનું કહ્યું હતું. ટ્રકમાં તપાસ કરતા ઘઉંની બોરીઓની પાછળ વિદેશી દારૂ (Liquor) નો જથ્થો મળી આવ્યો હતો. આ ઘટનામાં પોલીસને 11 લાખની કિંમતની 2760 દારૂની બોટલ મળી આવી હતી.
પોલીસે ટ્રક ડ્રાઇવર-ક્લીનરની ધરપકડ કરી દારૂ (Liquor) કોને મંગાવ્યો હતો અને કોને મોકલવાનો હતો તેની તપાસ શરૂ કરી છે. અમદાવાદ PCB ની ટીમે બંનેની પૂછપરછ કરતા હરિયાણાના સતપાલ બિશનોઈ અને સુનિલ નામના શખસે હરિયાણા આદમપુરથી ઘઉંની બોરીની આડમાં દારૂ ભરી આપ્યો હતો.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow