Surat

Madhya Pradesh

મધ્ય પ્રદેશ (Madhya Pradesh) માં એક ચોંકાવનરો કિસ્સો બન્યો છે. મધ્ય પ્રદેશમાં પિતાએ બાળકને ગેમ રમવાની ના પાડતા બાળકે આપઘાત કર્યો હોવાની ઘટના બની છે. આ બાળકની ઉંમર માત્ર 12 વર્ષની છે. આ બાળક ચોથા ધોરણમાં ભણે છે.

આ ઘટના મધ્ય પ્રદેશના સાગર જિલ્લામથકથી 20 કિલોમીટર દૂર આવેલા ઢાના ગામની છે. બાળકે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઇને આપઘાત કર્યો છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે રોહન પટેલ નામના બાળકને પિતાએ મોબાઇલ પર ગેમ રમવાની ના પાડતા તેણે ગળાફાંસો ખાઇને આપઘાત કર્યો છે. આ બાળકને મોબાઇલ પર ફ્રી ફાયર નામની ગેમ રમવાની આદત હતી.

આ પણ જુઓ : ગુજરાતમાં 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ની શાળાઓ ખુલશે: શિક્ષણમંત્રી

સોમવારે સવારે જ્યારે તેના પિતા સીતારામ પટેલે તેને ગેમ રમવાની ના પાડી મોબાઇલ લઇ લીધો. ત્યારબાદ તેઓ કોઇ કામથી બહાર જતા રહ્યા. રોહને બપોરે જમવાની ના પાડી. રોહને ઘરના બીજા રુમમાં જઇને દરવાજો અંદરથી બંધ કરી દીધો. જ્યાં રોહને રુમાલ વડે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો. દરવાજો તોડતા રોહનની લાશ લટકતી હાલતમાં મળી આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024