કોરોના કાળ અનેક પરિવારો માટે કપરા કાળ સમાન સાબિત થયો છે અને તેના કારણે નોંધારા અને બેરોજગાર બનેલા પરીવાર માટે કોરોના કાળ સમાન સાબિત થયો છે. ત્યારે મહેસાણા સ્થિત રાજધાની ફાઉન્ડેશન અને મહેસાણા (Mahesana) ભાજપ જરૂરીયાતમંદો ની મદદ માટે આગળ આવ્યા છે.
- મહેસાણા તાલુકા ના ગામડાઓ માં કીટ વિતરણ
- ગરીબ,નોંધારા અને જરૂરીયાતમંદ પરિવારો ને કીટ વિતરણ
- રાજધાની ફાઉન્ડેશન અને ભાજપ દ્વારા રાશન કીટ નું વિતરણ
- કોરોના કાળ માં પીડિત પરિવારોને મદદરૂપ થવા નો પ્રયાસ
છેલ્લા 20 દિવસ થી રાજધાની ફાઉન્ડેશન અને મહેસાણા (Mahesana) ભાજપ ગરીબ,નોંધારા અને જરૂરીયાતમંદ પરિવારો ને રાશન કીટ ઘરે-ઘરે જઈ આપવા માં આવી રહી છે..આ સેવાકીય અને સામાજિક સંગઠન શક્તિ ના દર્શન કરાવતા આ સરાહનીય કાર્ય માં ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી રજની પટેલ પણ જોડાયા હતા અને તેમના હસ્તે નાની દાઉ અને મોટી દાઉ ગામ માં રાશન કિટો નું વિતરણ કરવા માં આવ્યું હતું.