પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં કોરોના ની બીજી લહેર માં અનેક લોકો કોરોના સંક્રમિત બનતાં જિલ્લાની મોટાભાગની હોસ્પિટલો મા કોરોના દર્દીઓની સારવાર માટેની લાંબી કતારો જોવા મળી હતી તો કોરોના સંક્રમિત દર્દીઓને ઓકિ્સજન બોટલ મેળવવા પણ હાલાકી ભોગવવી પડી હતી.

જેના કારણે અનેક કોરોના સંક્રમિત દર્દીઓના ઓકિ્સજન ન મળવાના કારણે મોત પણ નિપજ્યા હોવાના બનાવો પ્રકાશમાં આવ્યા હતાં. ત્યારે આ મહામારી ના કપરા સમયમાં કોરોના સંક્રમિત દર્દીઓને પૂરતા પ્રમાણમાં ઓકિ્સજન મળી રહે તે માટે તાત્કાલિક ધોરણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી દ્વારા યુનિવર્સીટી કેમ્પસમાં ઓકિ્સજન પ્લાન્ટ કાર્યરત બનાવવા માટે કારોબારી સમિતિની બેઠક બોલાવી સર્વાનુમતે મંજૂર કરી ઓકિ્સજન પ્લાન્ટ ની કામગીરી વડોદરાની કંપનીને સોંપવામાં આવી હતી.

જે કંપની દ્વારા રાત દિવસ કામ કરીને સમય મર્યાદામાં યુનિવર્સીટી કેમ્પસમાં ઓકિ્સજન પ્લાન્ટ ઉભો કરવામાં આવ્યો હતો ત્યારબાદ કલેક્ટરની મંજૂરી મળતા ઓકિ્સજન પ્લાન્ટ માં ઓકિ્સજન લિકિ્વડ ભરવા માટે તેર હજાર લિટરની કેપિસિટી વાળું ઓક્સીઝન લિકવીડ ભરેલ ટેન્કર મંગાવી ઓક્સીઝન પ્લાન્ટ માં ઠાલવવામાં આવ્યું હતું.

ત્યારે લોકો ને પણ આશા બંધાઈ હતી કે હવે કોરોના સંક્રમિત દર્દીઓને સમયસર અને પૂરતા પ્રમાણમાં ઓકિ્સજન સપ્લાય મળી રહેશે પરંતુ યુનિવર્સીટી કેમ્પસમાં અંદાજીત રૂપિયા ૯૦ લાખના ખર્ચે કાર્યરત બનાવાયેલા ઓકિ્સજન પ્લાન્ટ માંથી ઓક્સીઝન લીકવીડ સપ્લાઈ કરવા માટે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ ની મંજુરી આજ દિન સુધી ન મળી હોય હાલમાં યુનિવર્સીટી કેમ્પસ ખાતે આરંભે શૂરાની જેમ કાર્યરત બનાવાયેલ ઓક્સીઝન પ્લાન્ટ શોભા નાં ગાંઠીયા સમાન બન્યો હોય તેવું લોકોમાં ચર્ચાતું સાંભળવા મળી રહ્યું છે.

જો કે છેલ્લા ત્રણેક દિવસથી પાટણ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસો માં ધટાડો જોવા મળી રહ્યો છે છતાં યુનિવર્સીટી નાં સત્તાધીશો દ્વારા તાત્કાલિક ધોરણે યુનિવર્સીટી કેમ્પસમાં કાર્યરત કરવામાં આવેલ ઓક્સીઝન પ્લાન્ટ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ ની મંજુરી મેળવી શરૂ કરવામાં આવે નહીં તો અંદાજીત રૂપિયા ૯૦ લાખનો ઓક્સીઝન પ્લાન્ટ પાછળ કરાયેલ ખર્ચ નિરર્થક નિવડવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

આમ ફૂડ એન્ડ ડ્રગ્સની યુનિવર્સીટી કેમ્પસના ઓકિસજન પ્લાન્ટની આજદીન સુધી મંજૂરી ના મળતા આ પ્લાન્ટ શોભાના ગાંઠિયા સમાન બની રહયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024