મહેસાણા જિલ્લા ના કડી શહેર માં આદર્શ હાઈસ્કૂલ પાછળ કેશવનગર માં એક જ કોમ ના બે જૂથ ઘર આગળ થી નીકળવા મામલે હથિયારો સાથે હુમલો કર્યો હતો. ઘર આગળ થી પસાર થવા મામલે સામસામે ગાળાગાળી થતા એક જ કોમ ના બે જૂથ વચ્ચે અથડામણ થતા ૧ર લોકો ઘાયલ થયા હતા.
બે જૂથની સામસામી મારામારી માં ઘાયલ તમામ લોકો ને તાત્કાલિક હોસ્પિટલ માં ખસેડવા માં આવ્યા હતા અને બંને જૂથે સામસામી પોલીસ ફરીયાદ કરતા કડી પોલીસ સ્ટેશનમાં સામસામે કુલ ૧૧ સામે ફરીયાદ નોંધાવામાં આવી છે.