mahindra-to-provide-4000-jobs-to-freshers

ટેક મહિન્દ્રાના મુખ્ય નાણાં આધિકારી મનોજ ભટ્ટે હાલમાં રોકાણ કોલમાં કહ્યું કે, હાલના નાણાકીય વર્ષના પહેલા ત્રણ માસિકમાં કંપનીએ પહેલા જ 1800 ફ્રેશરની નિયુક્તિ કરી…

mahindra-to-provide-4000-jobs-to-freshers

ટેક મહિન્દ્રાએ રવિવારે સંકેત આપ્યા હતા કે, અગામી ત્રણ મહિનામાં લગભગ 4000 સ્નાતકો અથવા ફ્રેશરોને નોકરી આપશે. આઈટી ક્ષેત્રની આ કંપનીનું કહેવું છે કે, તે હવે માંગ આધારિત નિયુક્તિ પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. ટેક મહિન્દ્રાના મુખ્ય નાણાં આધિકારી મનોજ ભટ્ટે હાલમાં રોકાણ કોલમાં કહ્યું કે, હાલના નાણાંકીય વર્ષના પહેલા ત્રણ માસિકમાં કંપનીએ પહેલા જ 1800 ફ્રેશરની નિયુક્તિ કરી છે.

તેમણે કહ્યું કે, મને લાગે છે કે, અગામી ત્રણ મહિનામાં અમે વધુ 4000 લોકોની નિયુક્તિ કરીશું. જોકે, હાલમાં મારી પાસે પૂરો આંકડો નથી. આમાં થોડુ પ્લસ-માઈનસ અંતર હોઈ શકે છે. મુંબઈની કંપનીના કર્મચારીની સંખ્યા જૂન, 2018ના ત્રણ માસિકના અંત સુધીમાં 1,13,552 હતી. આ તેના પહેલાના ત્રણ માસિકની તુલનામાં 745થી વધારે છે.સમીક્ષાધીન ત્રણ માસિકમાં કંપનીના સોફ્ટવેયર વિભાગમાં 72,462. બીપીઓમાં 34,700 અને સેલ્સ અને સપોર્ટ કામકાજમાં 6,390 લોકો કાર્યરત હતા.

કંપનીમાં કર્મચારીઓની નોકરી છોડીને જવાની પ્રવૃત્તિ પર ભટ્ટે કહ્યું કે, અમે મહત્વપૂર્ણ પ્રતિભાઓની નોકરી છોડી જવાથી ચિંતિત છીએ, પરંતુ તેનાથી કંપનીની કાર્યક્ષમતા પર કોઈ પ્રભાવ નહી પડે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024