મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકાના ખરોડ ગ્રામ પંચાયતના મોટા જાંબુડી થી નાની જાંબુડી ગામ નો રસ્તો કાચો હોવાના કારણે ગ્રામજનોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહયો છે.
ગ્રામલોકોના જણાવ્યા અનુસાર મોટી જાંબુડી થી નાની જાંબુડી ગામનો બે કિલોમીટર જેટલો રસ્તો કાચો હોવાનું જાણવા મળી રહ્યું છે ચોમાસાના દિવસોમાં કાદવ કીચડ ના કારણે ખેતી માટે ડેરીમાં દૂધ ભરવા માટે સ્કૂલમાં છોકરાઓને અભ્યાસ માટે અને સરકારી કામ માટે તાલુકા મથકથી અવર-જવર માટે ખૂબ જ તકલીફ પડી રહી છે.
તો ચોમાસામાં મચ્છરોનો ત્રાસ વધી જાય છે જેના કારણે ગંદકીને લીધે મચ્છરો થવાના કારણે લોકો બીમાર પડે છે, સ્થાનિક રહીશોનું કહેવું છે કે અમને જે મુશ્કેલીઓ પડે છે તેનું નિરાકરણ લાવી સત્વરે પાકો રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ કરી હતી.