કાંકરેજ તાલુકાની બનાસ નદીમાંથી રેતી ખનન કરતા ભૂમાફિયાઓ દ્રારા રોયલ્ટીની ચોરી કરવા જાણીતા છે. કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે નવા પીએસઆઇ એચ.એલ.જોષી ની એન્ટ્રી થતાં જ ભૂમાફિયાઓ માં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે ત્યારે એક ટબો ડમ્પર તથા ટ્રેકટર ને શિહોરી પોલીસે ઝડપી પાડી ને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

જોકે અગાઉ પણ આવા રેતી ભરી ને જતા વાહનો ની તપાસ કરી ને પાસ પરમીટ તેમજ રોયલ્ટી વગરના વાહનો પર સખ્ત કાર્યવાહી કરી ને રીપોર્ટ પાલનપુર ભૂસ્તર વિભાગ માં મોકલી આપી ને દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે હવે બનાસ નદીના પટમાં રાત દિવસ મોટા પ્રમાણમાં રેતી ખનન પર પોલિસ અને ખાણ ખનીજ વિભાગ ની ટીમ દ્વારા સતત વોચ રાખી ને આવા વાહનો પર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે

ત્યારે હવે લીઝ ધારકો અને વાહન ચાલકો અને રોયલ્ટી ભર્યાં વગર જતાં તમામ વાહનો પર કડક કાર્યવાહી કરી ને શિહોરી પોલીસ દ્વારા દંડનીય અને શિક્ષાત્મક પગલાં લેતાં હડકંપ મચી જવા પામ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024