- મલાઇકા અરોરા આજકાલ તેની પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં રહે છે. સાથે જ તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે. આમ તો સોશિયલ મીડિયામાં તેમના જીમ લૂકની તસવીરો આવતી રહેતી હોય છે. પણ હાલમાં જ મલાઇકાએ પોતાની કેટલીક બ્લેક એન્ડ વાઇટ તસવીરો શેર કરી છે.

- ફોટો જોઇને લાગે છે કે આ તસવીરો મલાઇકાના જૂના ફોટોશૂટ સમયની છે. અને તેમાં તેમનો બિન્દાસ લૂક નજરે પડે છે. પહેલી તસવીરમાં મલાઇકા ખેતરની વચ્ચે દોડતી નજરે પડે છે. તો બીજી બે તસવીરોમાં તે પોઝ આપતી નજરે પડે છે.

- હાલમાં મલાઇકા અર્જૂન કપૂર સાથેના પોતાના સંબંધના કારણે ખૂબ ચર્ચામાં છે. તે બંને હાલમાં જ પબ્લિકલી પોતાના સંબંધને સ્વીકાર્યો છે.પણ અર્જૂન કપૂરે હાલમાં જ મલાઇકા સાથે લગ્ન કરવા પહેલા થોડો સમય રાહ જોવાની વાત કરી છે. તો બીજી તરફ મલાઇકા પણ તેના મોડલિંગ શોને લઇને શૂટિંગમાં વ્યસ્ત છે.ત્યારે સોશિયલ મીડિયામાં મલાઇકાની આ જૂની તસવીરો હાલ તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News