પ્રતાપ સીસોદીયા, માળીયા હાટીના : લોકશાહી બચાવો તાનાશાહી દૂર કરો’ જેવા સુત્રોચાર સાથે માળીયા હાટીના કોંગ્રેસ દ્વારા લોકશાહી બચાવવા માટે ધરણા કાર્યક્રમ યોજાયો હતો. સૂત્રોચ્ચાર કરતા 25 થી વધુ કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.
માળીયા હાટીના કોંગ્રેસ સમિતિ, દ્વારા લોકશાહી બચાવવા અને સરકાર દ્વારા લોકશાહીમાં હાલ લેવાતા નિર્ણયોના વિરુદ્ધમાં ‘લોકશાહી બચાવો તાનાશાહી દૂર કરો’ના સૂત્રોચ્ચાર કરીને મામલતદાર કચેરી સામે કોંગ્રેસના કાર્યકરોએ ધરણાં કર્યાં હતા.
કોંગ્રેસના કાર્યકરોએ ધરણાં કરતા માળીયા હાટીના PSI બી.કે. ચાવડા સહિત પોલીસ સ્ટાફે કોંગ્રેસ પ્રમુખ, મહામંત્રી સહિત 25 થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી.
વધુમાં માળીયા હાટીના તાલુકા કોંગ્રેસ આગેવાનો દ્વારા આધારકાર્ડ – પાનકાર્ડ લિંક મામલે પણ મામલતદાર ને આવેદન આપવામાં આવ્યું હતું.
આ આવેદનમાં નીચેના મુદ્દાનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
(1) કોંગ્રેસ કાર્યકરોએ પંચાયતમાં નોંધ ન હોય જન્મ તારીખ ના દાખલા આધારે આધાર કાર્ડમાં સુધારો થતો ન હોય વૈકલ્પિક વ્યવસ્થા કરવા કરી માંગ
(2) સરકાર દ્વારા ઉઘરાવાતી 1000 જેવી દંડનિય રકમ ની કરાતી ઉઘાડી લૂંટ બંધ કરવામાં આવે તેમ કહી વ્યક્ત કર્યો રોષ
( 3 ) ઉઘાડી લુંટ થતી હોવાનાં આક્ષેપો કરીને ૧૦૦૦ રૂપીયા લેવાતાં બંધ કરવાં લેખીત માં કરાઈ માંગ
(૩) આધાર કાર્ડ લિંક કરવા નાના – મધ્યમ લોકોનું બજેટ ખોરવાતું હોય તેમના દ્વારા દોડા દોડી કરી ધંધા રોજગાર બંધ રાખી હેરાન પરેશાન કરાતાં હોવાના કર્યા આક્ષેપ
માળીયા હાટીના તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ માલદેભાઈ પીઠીયા, જુનાગઢ જિલ્લા કોંગ્રેસ ઉપ પ્રમુખ ભરત ભાઈ ભલગરીયા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી ( s c ) પી ડી મકવાણા, માળીયા હાટીના તાલુકા પંચાયત સદસ્ય દેવાભાઈ મોકરિયા, માળીયા હાટીના તાલુકા કૉંગ્રેસ ઉપ પ્રમુખ છગનભાઇ સગર,પૂર્વ ન્યાય સમિતિ ચેરમેન ગોપાલભાઈ વાજા, તાલુકા કોંગ્રેસ મહામંત્રી મહેન્દ્રભાઈ ગોરડ, માળીયા હાટીના કોંગ્રેસ ઉપ પ્રમુખ રાવલિયા સહિત કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી.