વારાહી રાધનપુર રોડ ઉપર ભીલોટ ત્રણ રસ્તા નજીક થી લીલા લીંબડા કાપી ભરીને આવતા બે ટ્રેક્ટરો રાધનપુર મામલતદારએ પકડી મામલતદાર કચેરી ખાતે લાવી રાધનપુર પોલીસ સ્ટેશનેએ સોંપવામાં આવેલ.
રાધનપુર મામલતદારએ સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન અધિનિયમ ૧૯૫૧ ની જોગવાઈ અનુસાર કાર્યવાહી હાથ ધરી હતી.
રાધનપુર સાંતલપુર તાલુકા માંથી લીમડાના લીલા વૃક્ષો કાપી થરા રાણકપુર ખાતે લઈ જતા હતા સામે બંને ટ્રેકટર પકડી મામલતદાર એ તપાસ હાથ ધરી કાર્યવાહી કરી બંને ટેકટર ને રાધનપુર પોલીસને સોંપવામાં આવી હતી.
બંને ટેકટરનો વજન કરાવી જે ખેતરમાંથી લાકડું ભર્યું હતું તેનો સર્વે નંબર લઇ ટ્રેક્ટર ડ્રાઈવરની પૂછપરછ કરી આગળની કાર્યવાહી કરવા માટે વન વિભાગને જાણ કરી હતી.