ભીડે ચોરીની શંકામાં થાંભલા સાથે બાંધીને ઢોર માર માર્યો, યુવકે જેલમાં જ દમ તોડ્યો.
તમારું હૃદય કંપાવીદે એવી ઘટના સામે આવી છે. ઝારખંડના સરાયકેલામાં બાઈક ચોરી કરવાના આરોપમાં ભીડે એક યુવક સાથે થાંભલે બાંધીને મારઝુડ કરી હતી.
માર માર્યાબાદ શનિવારે આ યુવકનું જેલમાં જ મોત થઈ ગયું હતું. હવે પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે મારઝુડ દરમિયાન તેની પાસે જયશ્રી રામના નારા પણ લગાવડાવ્યા હતા. ત્યારબાદ પોલીસે બેદકારી દાખવી સારવાર વિના જ તેને જેલમાં ધકેલી દીધો હતો. આ યુવકની યોગ્ય સારવાર ન થવાને કારણે જેલમાં જ મોત થયું છે.
મારઝુડનો વીડિયો વાઈરલ થયા બાદ રવિવારે પોલીસે આ કેસની ગંભીરતાથી તપાસ કરી હતી. ચોરીના આરોપમાં 17 જૂનની રાતે તબરેજ અંસારી(24 વર્ષ) સાથે ભીડે ખરાબ રીતે મારઝુડ કરી હતી. પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી તેની પર કેસ નોંધી લીધો છે.
તબરેજ અંસારીને ભીડે થાંભલા સાથે બાંધ્યો અને તેની સાથે મારઝુ઼ડ કરી હતી. વીડિયો અને ફોટો વાઈરલ થયા બાદ પોલીસે કેસ નોંધ્યો હતો. તબરેજના સંબંધીઓ મકસૂદ આલમના કહ્યાં પ્રમાણે,તબરેજ નામનો યુવક મુસ્લિમ હોવાના કારણે તેને નિશાન બનાવ્યો હતો. તેમના કહ્યાં પ્રમાણે ભીડે તેની પાસે જયશ્રી રામ અને જય હનુમાનના નારા પણ લગાવડાવ્યા હતા.
સરાયકેલા-ખરસાવાં જિલ્લાના એસપી કાર્તિક એસે રવિવારે તબરેજના પરિવારજનો સાથે મુલાકાત કરી. તેમના કહ્યાં પ્રમાણે, તબરેજની પત્નીના નિવેદન પર કેસ નોંધી લેવામાં આવ્યો છે. મુખ્ય આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે. પોલીસ અને જેલ પ્રશાસનની બેદરકારીની તપાસ કરવામાં આવી રહી છે.
કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ડો. અજયે કરમડીહામાં મોબ લિંચિંગ મામલામાં તપાસ ટીમ બનાવી છે. ટીમને ત્રણ દિવસોની અંદર તપાસ રિપોર્ટ સોંપવા માટે કહેવામાં આવ્યું છે. તેમના કહ્યાં પ્રમાણે, ઘટના માટે જવાબદાર લોકો પર કડક કાર્યવાહી કરવી જોઈએ.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.