- અમદાવાદમાં Paytm KYC ના નામે એક વ્યક્તિ સાથે 73,000 રૂપિયાની સાયબર ઠગાઈ થઈ છે.
- શહેરના અશોક પંચાલને KYC કરવાના નામે એક ફોન કોલ આવ્યો અને તેમના પૈસા એકાઉન્ટમાંથી કટ થઈ ગયા હતા.
- સાયબર ઠગાઈનો ભોગ બનતા તેમણે અમદાવાબ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે પરંતુ આ કિસ્સો ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરતા લોકો માટે લાલબત્તી સમાન છે.
- અશોકભાઈ પંચાલને પેટીએમનુ અકાઉન્ટ કેવાયસી કરો નહી તો બ્લોક થયાનો મેસેજ આવ્યો, અને ત્યાર બાદ અશોકભાઈને ફોન આવ્યો હતો.
- એપ ડાઉનલોડ કરો : ફોન આવતા જ અશોકભાઈ પંચાલે કેવાયસી કરવા શુ કરવુ તેની માહિતી મેળવી હતી, તેમને ક્વીક સપોર્ટ એપ ડાઉનલોડ કરવાનુ કહ્યુ.
- ડાઉનલોડ કર્યા બાદ એક નવ આંકડાનો નંબર માગ્યો અને અશોકભાઈ આપી પણ દિધો.અને ત્યાર બાદ એક નાનુ રિચાર્જ કરવાનુ કહ્યુ ત્યાર બાદ એક પછી એક મેસેજ આવવા લાગ્યા.અને બેંક એકાઉન્ટમાંથી 73 હજાર રૂપિયા ઉપડી ગયા હતા.
- જો કે અશોકભાઈએ નવ આંકડાનો નંબર આપ્યો ત્યારે અંદાજો ન હતો કે પરસેવાની કમાણી એક મિનિટમાં ઉપડી જશે.
- 73 હજાર રૂપિયા ઉપડી ગયા બાદ અશોકભાઈ પંચાલે એકાઉન્ટ બ્લોક કરાવી દીઘું હતું અને તમામ પુરાવા સાથે સાબરક્રાઈમમાં ફરિયાદ કરવામાં આવી હતી.
- પરંતુ સાબરક્રાઈમ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
- અસુરક્ષા : દેશ ડિઝિટલ વ્યવહારો તરફ જઈ રહ્યો છે પરંતુ સવાલ એ છે કે ડિઝિટલ ઇન્ડિયા કેટલું સુરક્ષિત ? કારણ કે જેમ જેમ સિસ્ટમ આધુનિક થતી જાય છે તેમ તેમ લોકો છંતરપીંડીનો ભોગ બનતા જાય છે.
- અશોકભાઈ પંચાલ જેવા કેટલાય લોકો છે કે છેતરપીંડીનો ભોગ બન્યા છે.
- જોકે ફરિયાદ નોંધાવીને સંતોષ માની લેવો પડે છે.કારણ કે એક વખત બેંક એકાઉન્ટમાંથી રૂપિયા જતા રહ્યા હોય તે પરત આવતા નથી.
- કારણ કે ફરિયાદ ઉપર કોઈ નકર કાર્યવાહી પણ થતી નથી.જેના કારણે ઓનલાઈન છેતરપીંડી કરી રહ્યા છે.અને લોકોના પરેસેવાની કમાણી એક મિનિટમાં એકાઉન્ટમાંથી ગાયબ કર્યા છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News