ખાડિયા વિસ્તારમાં રહેતી એક વ્યક્તિ પર તેની પત્નીએ તરછોડી દેવા બદલ કોર્ટમાં કેસ કર્યો હતો.આ મામલામાં કોર્ટે પત્નીને ભરણ પોષણ આપવાનો આદેશ કર્યો હતો.છેલ્લા કેટલાક મહિનાઓની બાકી પડતી રકમ મળીને તેને 50000 રુપિયા ચુકવવાના થતા હતા.
અમદાવાદની ફેમિલી કોર્ટમાં સોમવારે એક કેસની સુનાવણી દરમિયાન આશ્ચર્યજનક દ્રશ્યો જોવા મળ્યા હતા.
જ્યારે આ વ્યક્તિ પહેલા ઈન્સ્ટોલમેન્ટ તરીકે 25000 રુપિયા કોર્ટમાંલ ઈને આવ્યો હતો.જેમાં માત્ર 9000 રુપિયાની જ ચલણી નોટો હતી અને બાકીની 16000 રુપિયાની રકમ 5 અને 10ના સિક્કા સ્વરુપે હતી.
પહેલા તો પત્નીએ સિક્કા સ્વીકારવાનો ઈનકાર કરી દીધો હતો.જોકે કોર્ટમાં પતિએ દલીલ કરી હતી કે હું આકરી મહેનત કરીને આ પૈસા કમાયો છું અને તે તેણે સ્વીકારવા જ રહ્યા.કોર્ટે દરમિયાનગીરી કરીને પત્નીને સિક્કા સ્વીકારવાનો આદેશ આપ્યો હતો.
મહિલા અને તેના એડવોકેટને સિક્કા ગણતા એક કલાકનો સમય લાગ્યો હતો.