આઇસલેન્ડ નામના દેશમાં પુરુષોની સંખ્યા ખૂબ જ ઓછી છે, એટલા માટે ત્યાની સરકાર બીજા દેશોના પુરૂષોને અપીલ કરી રહી છે કે આઇસલેન્ડની છોકરીઓ સાથે લગ્ન કરે અને તેમના માટે તેમને દર મહિને એક નક્કી કરેલ રકમ પણ આપવામાં આવશે. રકમ પણ કઈ મામૂલી નથી ૫૦૦૦ ડોલર આપવાની વાત કરે છે એટલે કે આપણાં દેશમાં તેની કિંમત ૩૫૦૦૦૦ રૂપિયા થાય છે.
ફેસબુકમાં એવો દાવો કરવામાં આવેલો છે કે આઇસલેન્ડમાં સુંદર દુલહનો તૈયાર બેઠી છે અને બસ કોઈ સ્વસ્થ પુરુષની રાહ જોઈ રહી છે. આ સમાચારોમાં એવું જણાવવામાં આવેલું છે કે આ સ્કીમ પાછળનું મુખ્ય કારણ જેંડર ઇમબેલન્સ છે મતલબ કે વસ્તીમાં કોઈ એક જેડરના લોકોનો વધારો હોવો. જેંડર ઇમબેલન્સ મતલબ કે અત્યારે આઇસલેન્ડમાં સ્ત્રીઓ વધારે છે અને પુરુષોની સંખ્યા ઓછી છે. તો શું તમારે બોરિયા બિસ્તર બાંધીને આઇસલેન્ડ નીકળી જવું જોઈએ?
ફેક્ટ ચેકિંગ સાઇટ સ્નોપ્સના જણાવ્યા અનુસાર આ અફવાહ સૌથી પહેલા ૨૦૧૬માં વિસ્પર્સ નામની એક વેબસાઇટ દ્વારા ચલાવવામાં આવી હતી. લોકોને આ વાત પર ભરોસો પણ એટલા માટે બેસી ગયો કે અમુક દેશો એવા પણ છે જ્યાં સાચે જ આવી સમસ્યાથી લોકો પરેશાન છે જ્યાં પુરુષો કરતાં સ્ત્રીઓની સંખ્યા વધારે છે. એટલા માટે તે પોતાના દેશના દંપતિઓને અપીલ કરે છે કે તેઓ વધારેમાં વધારે બાળકો પેદા કરે.
ડેન્માર્ક જેવા દેશોની સરકાર તો આ માટે વૈવાહિક દંપતિઓને રોમાંટિક રજાઓ ગાળવા માટે જવાનું પણ કહી ચૂકી છે. આવી કોઈ રજા પર ફરવા ગયેલા દંપતીને ત્યાં જો કોઈ બાળક જન્મે છે તો ડેન્માર્ક સરકાર તે બાળકનો ત્રણ વર્ષ સુધીનો તમામ ખર્ચો પોતાના શિરે લે છે.
આ સમાચારોને કારણે એવું બન્યું કે આઇસલેન્ડની છોકરીઓને ફેસબુક અને સોશિયલ મીડિયા પર સેંકડો ફ્રેન્ડ રિકવેસ્ટ આવવા લાગી. દુનિયાભરના લોકો આઇસલેન્ડના દુતવાસમા જઈને આના વિશે તપાસ કરવા લાગ્યા. ત્યાનો સ્ટાફ આ પ્રકારની પૂછપરછથી કંટાળીને તેઓએ ફેસબુક પેજ પર અપીલ કરી કે આઇસલેન્ડ સરકાર દ્વારા આવી કોઈઓફર કરવામાં આવેલી નથી.