Intern doctors

Intern doctors

આજથી અંદાજે 2,000 જેટલા ઇન્ટર્ન તબીબો (Intern doctors) હડતાળ પર ઉતર્યા હોવાથી કોવિડ હોસ્પિટલમાં મુશ્કેલી ઉભી થઈ શકે છે. એપ્રિલ મહિનાથી અત્યાર સુધી બજાવેલી ફરજના સમયગાળાને બોન્ડ સમયગાળામાં 1:1 ગણીને ઇન્ટર્નશીપ પૂર્ણ થયે તમામ ઇન્ટર્ન તબીબોને બોન્ડ મુક્ત ગણવાની માંગ કરાઈ રહી છે.

ઉપરાંત ઇન્ટર્ન તબીબોએ મળતા સ્ટાઈપેન્ડમાં વધારો, કોવિડ ડ્યુટી બદલ ઈનસેન્ટિવની માગ સાથે અનેકવાર રજુઆત કરી ચુક્યા છે. ઇન્ટર્ન તબીબોની ઇન્ટર્નશીપ ફેબ્રુઆરી મહિનામાં પૂર્ણ થઈ રહી છે. હાલ MBBS ઇન્ટર્ન ડોક્ટરોને સ્ટાઈપેન્ડ પેટે 12,800 રૂપિયા આપવામાં આવે છે જે વધારીને 20,000 કરવા માંગ થઈ રહી છે.

આ પણ જુઓ : 15 ડિસેમ્બરે PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, કચ્છની લેશે મુલાકાત

ઇન્ટર્ન તબીબોએ કોવિડમાં બજાવેલી ફરજના ભાગરૂપે પ્રોત્સાહિત માનદ મહેનતાણું ઓછામાં ઓછું પ્રતિદિન 1 હજાર લેખે આપવામાં આવે તેવી માંગ કરી છે. આજથી કોવિડ તેમજ નોન કોવિડ સહિત તમામ પ્રકારની ડ્યુટીથી અળગા રહેશે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024