• બેન વિલ્સનને લોકો ‘ચ્યુઇંગ ગમ મેન’ કહે છેતે ચ્યુઇંગ ગમ પર કલર કરીને તેની કાયા પલટી દે છેઆર્ટિસ્ટના પેન્ટિંગનું એક્ઝિબિશન ઈંગ્લેન્ડ, અમેરિકા, જર્મની,આ આયર્લેન્ડ, ફિનલેન્ડ અને ફ્રાન્સમાં થયું છે
  • તમે  ઘણા લોકોને રસ્તા પર ચાલતી વખતે કે વાહનમાંથી ચ્યુઇંગ ગમ થૂકતાં હોય છે. આ ચ્યુઇંગ ગમ રસ્તાની સુંદરતા તો બગાડે જ છે પણ સાથે-સાથે અજાણ્યાના પગમાં ચોંટી જાય છે.
  • લંડનના 57 વર્ષીય આર્ટિસ્ટના ધ્યાનમાં આ ચ્યુઇંગ ગમ આવી ગઈ અને તે દિવસથી તેણે વેસ્ટ પડેલી ચ્યુઇંગ ગમ પર પોતાનું ટેલેન્ટ બતાવ્યું. બેન વિલ્સન આ ચ્યુઇંગ ગમ પર પેન્ટિંગ કરે છે. પ્રથમ નજરે જોતા જોઈ કહી ન શકે કે આ કોઈ ચ્યુઇંગ ગમ હશે !
  • બેન વિલ્સન 15 વર્ષથી સ્કલ્પ્ચર, મિનિએચર પેન્ટિંગ અને લાકડાંની કોતરણી કરીને તેમાંથી સુંદર શોભામાં મુકાય તેવી વસ્તુઓ બનાવે છે. બેન વેસ્ટ ચ્યુઇંગ ગમને રિસાયકલ કરીને તેને મિનિએચર પેન્ટિંગનું સ્વરૂપ આપે છે. બેનને લોકો ચ્યુઇંગ ગમ મેન કહે છે.
  • 1 વર્ષથી બેન વેસ્ટ ચ્યુઇંગ ગમ પર પેન્ટિંગ કરે છે બેને પોતાના આ આઈડિયા વિશે જણાવ્યું કે, હું નકામા કચરાને આર્ટની મદદથી તેને નવું રૂપ આપું છું. આ એક રિસાયક્લિંગનો જ એક ભાગ છે. મને આશા છે કે, રસ્તા પર ચ્યુઇંગ ગમ પર આ મિનિએચર પેન્ટિંગ જોઈને લોકો હવે તેને જાહેરમાં નહીં થૂકે. બેનનું ક્રિએશન 1 રૂપિયાના સિક્કા કરતાં પણ નાનું હોય છે. ચ્યુઇંગ ગમ પર આર્ટ વર્ક કર્યા પહેલાં તે લાકડાંમાંથી કોતરણી કરતો હતો. તેને એક વર્ષ કરતાં પણ વધારે સમયથી ચ્યુઇંગ ગમ મેનની બિરુદ મળ્યું છે.
  • રસ્તા પર ચ્યુઇંગ ગમ મેન દેખાતાની સાથે તેને રંગવાનું શરુ કરી દે છે,બેન વિલ્સન ઈંગ્લેન્ડની રાજધાની એટલે કે લંડનના રસ્તા પર ચ્યુઇંગ ગમ શોધવા જતો નથી, પણ તેને ગમે ત્યારે કોઈ પણ રસ્તે ચ્યુઇંગ ગમ દેખાય છે અને તે પોતાના કલર અને બ્રશ બેગમાંથી કાઢે છે. બેન રસ્તા પર બેસીને વેસ્ટ ચ્યુઇંગ ગમને રંગવાનું શરૂ કરી દે છે. તેની ક્રિએટિવિટી જોવા સ્થાનિકો પણ ટોળે વળી ઊભા રહે છે.
  • હજારો ચ્યુઇંગ ગમને નવું રૂપ મળ્યું ,બેન કહે છે કે, ચ્યુઇંગ ગમ જ્યાં-ત્યાં થૂકીને આપણે પર્યાવરણ પર ખરાબ છાપ છોડીએ છીએ. કચરો આપણે જ ઉત્પન્ન કરીએ છીએ. બેને અત્યાર સુધી હજારો ચ્યુઇંગ ગમની કાયા બદલી દીધી છે. બેન તેના પેન્ટિંગ માટે પણ ફેમસ છે, તેણે તેનાં પેન્ટિંગનું એક્ઝિબિશન ઈંગ્લેન્ડ ઉપરાંત અમેરિકા, જર્મની,આ આયર્લેન્ડ, ફિનલેન્ડ અને ફ્રાન્સમાં કર્યું છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024