મહેસાણામાં એક એવી ગેંગ પકડાઈ હતી કેજે દિવસે સખત મજૂરી કરતી અને રાત્રે ચોરી ને અંજામ આપતી..મૂળ દાહોદ જિલ્લાની આ ગેંગ મહેસાણા જિલ્લામાં ૬ કરતા વધુ ઘરફોડ ચોરી ને અંજામ આપી ચુકી છે.પોલીસે એક સગીર સહિત હાલમાં ત્રણ આરોપી ને ઝડપી લઈ જેલ હવાલે કર્યા છે.જો કે આ ગેંગ નો મુખ્ય સૂત્રધાર હાલમાં ફરાર છે.

બાંધકામ સાઇટ ઉપર કાળી મજૂરી કરતા લોકો ને જોઈને કોઈ કલ્પના પણ ન કરી શકે કે તે શાતિર ચોર પણ હોઈ શકે.મહેસાણા પોલીસ ના ગિરફતમાં રહેલા આ બંને શખ્સ આમ તો બાંધકામ સાઇટ ઉપર કામ કરતા શ્રમિક છે.પણ દિવસે મજૂરી કરતા આ બંને શખ્સ નું રાત પડતા જ અસલી કામ શરૂ થતું.. દિવસે મજૂરી ની સાથે સાથે આ ટોળકી નજીકમાં આવેલા વિસ્તારમાં રેકી કરતી..અને રાત પડતાં જ આ ટોળકી બંધ મકાન ને નિશાન બનાવતી..મહેસાણા એલ સી. બી પોલીસે બાતમી આધારે આ ટોળકી ને ઝડપી લઈ કુલ ૭.૪૯ લાખ નો મુદ્દામાલ કબજે કર્યો છે
મહેસાણા પોલીસે ઝડપેલી આ ટોળકી મૂળ દાહોદ જિલ્લા ની રહેવાસી છે.

પોલીસે એક સગીર સહિત હાલમાં બે આરો પીને ઝડપી લીધા છે.રાકેશ કાળુભાઇ ભાભોર અને અનિલ રાકેશભાઈ ગરવાલ નામના આ બે શખ્સ એ હાલમાં મહેસાણા જિલ્લામાં કુલ ૬ ચોરી ની કબૂલાત કરી છે.આ ટોળકી એ મહેસાણા શહેરમાં એ અને બી ડિવિઝન વિસ્તારમાં ૩ અને વિસનગર શહેર વિસ્તારમાં ૩ મળી કુલ ૬ ચોરી ની કબૂલાત કરી છે.

આ ટોળકી ચોરી ના મુદ્દામાલ ને વેચવા જઈ રહી હતી ત્યારે એલ સી બી એ બાતમી આધારે ટોળકી ને દબોચી લીધી હતી.તો બીજી તરફ આ ટોળકી નો મુખ્ય સૂત્રધાર રાકેશ ભાભોર હાલમાં ફરાર છે.દરમિયાન મહેસાણા પોલીસ દ્વારા વધતા જતા ચોરી ના કેસ મામલે પ્રજા ને થોડી જાગૃતતા દાખવવા અપીલ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024