વૈશ્વિક કોરોના મહામારીની બીજી લહેરમાં હંગામી ધોરણે પાટણ તાલુકા હેલ્થ કચેરી દ્વારા ૧ર એપિ્રલ-ર૦ર૧ના રોજ એસ.આઈ. સ્ટુડન્ટ તરીકે પાટણ શહેરી વિસ્તાર ખાતે ટેસ્ટીંગ, સર્વેલન્સની કામગીરી માટે માસીક નવ હજાર રુપિયાના મહેનતાણા હેઠળ રાખવામાં આવ્યા હતા ત્યારે આ વિધાર્થીઓને ફકત એક જ માસનો પગાર આપવામાં આવ્યો છે

જયારે બીજા માસનો ૧રમી મેથી ૧રમી જૂન સુધીનો પગાર આપવામાં આવ્યો નથી જે બાબતે ર૮ જેટલા એસ.આઈ. વિધાર્થીઓએ ટીએચઓ ઓફિસ અને વહીવટી અધિકારી પગાર સેલ આરોગ્ય શાખા, જિલ્લા પંચાયતને રુબરુ મુલાકાત કરતાં તેઓએ પગાર થઈ જવાની હૈયાધારણા આપી હતી અને દોઢ મહિના જેટલો સમય વીતી જતાં તેઓએ ફરી પગારની માંગણી કરતાં આરોગ્ય વિભાગ દ્વારા ૪પ૦૦ રુપિયા મહિના લેખે પગાર આપવાનું જણાવતાં.

આ વિધાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો જેને લઈ આજરોજ પાટણ કલેકટર કચેરી ખાતે નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવી વૈશ્વિક કોરોના મહામારીમાં કામગીરી કરનાર કર્મીઓને પગાર ચુકવવા માંગ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024