વૈશ્વિક કોરોના મહામારીને લઈ કોરોનાનું સંક્રમણ અટકાવવા સરકાર દ્વારા શાળા-કોલેજોનું શૈક્ષાણિક કાર્ય બંધ કરવામાં આવ્યું હતું. પરંતુ કોરોનાનું સંક્રમણ નહિવત થતાં સરકાર દ્વારા શાળા-કોલેજને ઓનલાઈન શિક્ષાણ આપવાની નવા વર્ષથી મંજૂરી આપવામાં આવી હતી.
ત્યારે કોરોનાકાળમાં દરેક અભ્યાસક્રમના વિધાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. ત્યારે શાળા-કોલેજના વિધાર્થીઓને એડમીશન લેવા કે અન્ય પ્રવેશ મેળવવા સહિત શાળામાં સ્કોલરશીપ મેળવવા જાતિના અને આવકના દાખલાની જરુરીયાત હોઈ મામલતદાર કચેરીના એટીવીટી સેન્ટર ખાતે શૈક્ષાણિક હેતુના આવક, જાતિ અને કિ્રમીલીયરના દાખલાઓ માટે વાલીઓ અને
વિધાર્થીઓની લાંબી લાંબી કતારો જોવા મળી હતી. જોકે આ કતારોમાં સોશીયલ ડિસ્ટન્સનો અભાવ પણ જોવા મળતાં વહીવટી તંત્ર દ્વારા સોશીયલ ડિસ્ટન્સ જાળવી વાલીઓ અને વિધાર્થીઓની કતારો લગાવવામાં આવે તેવી પણ અરજદારોની લોકમાંગ ઉઠવા પામી હતી.