વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની મહેસાણામાં અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આજે ૭૧ માં જન્મ દિવસે ૭૧ ફૂટ ઊંચું અને ર૮ ફૂટ પહોળું કટઆઉટ તૈયાર કરાયું હતું. જેને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે અનાવરણ કરાયું હતું.
ગુજરાત અને દેશમાં કદાચ સૌથી ઊંચું વડાપ્રધાન નુ કટ આઉટ ના ઉદઘાટન કાર્યક્રમને લઈ મહેસાણા વાસીઓમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી.
આ કટ આઉટ મહેસાણાના રાજધાની ફાઉન્ડેશન અને એચ એલ રાય ફાઉન્ડેશનના ઉપક્રમે પ્રદેશ ભાજપ મહામંત્રી રજનીકાંત પટેલના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયું છે. તો આજે રાત્રે ૧૭૧ કપલ દ્વારા શ્રી રામ ની આરતીનું અહી આયોજન પણ કરાયું છે.