કોરોના મહામારીથી સુરક્ષિાત રાખવા માટે પાટણ જિલ્લામાં છેલ્લા પાંચ મહિનાથી રસીકરણનો કાર્યક્રમ ચાલી રહયો છે ત્યારે પાટણ જિલ્લામાં અત્યાર સુધી ત્રણ લાખ લોકોએ કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો નથી જયારે જિલ્લામાં ૮૦ હજાર લોકો બીજા ડોઝથી વંચિત જોવા મળી રહયા છે.

આ તમામ લોકોને આવરી લેવા માટે આજરોજ રસીકરણનું મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું હતુંં ત્યારે આજરોજ યોજાયેલા મેગા ડ્રાઈવ રસીકરણના કાર્યક્રમના તમામ સ્થળોની પાટણ કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીએ મુલાકાત લઈ આરોગ્યની ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષાણ કયું હતું

અને જરુર પડે ત્યાં કલેકટરે આરોગ્ય કર્મીઓને માર્ગદર્શન આપી વધુમાં વધુ લોકો રસીકરણના આ મહાઅભિયાનમાં જોડાય તેવા પ્રયત્નો કરવા હાકલ કરી હતી. ત્યારે કલેકટરે પાટણ શહેરના લઘુમતી વિસ્તાર એવા આશિષ વિદ્યાયલય અને એન.બી.સૈયદ હાઈસ્કૂલમાં ચાલી રહેલા રસીકરણ કેમ્પની મુલાકાત લઈ પ્રથમ અને બીજો ડોઝ લેનાર તમામ લોકોને આવકારી અભિનંદન પાઠવ્યા હતા.

આમ આજરોજ યોજાયેલા રસીકરણના મહાઅભિયાનમાં મુસ્લિમ લોકોએ પણ રસી મુકાવી આ મહા અભિયાનનો લાભ લીધો હતો.