મહેસાણા જિલ્લા પંચાયત ના ઉપ પ્રમુખ સામે ગ્રામ પંચાયત ની જમીન પચાવી પાડવાનો આરોપ લાગ્યો છે.મહેસાણા તાલુકાના વડોસણ ગામના વતની અંબાલાલ ઠાકોર મહેસાણા જિલ્લા પંચાયત ના ઉપ પ્રમુખ છે.
અંબાલાલ ઠાકોર ઉપર ગામના નાગરિક રાજ બહાદુર ઠાકોરે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી કરી જમીન પચાવી પાડવાનો આરોપ લગાવ્યો છે.વડોસણ ગ્રામ પંચાયત ની સર્વે નંબર ૬૦૧ વાળી જમીન વષો પૂર્વે કોમ્યુનિટી હોલ બનાવવા માટે સંપાદિત કરાઈ હતી.
આ જમીન ઉપર અંબાલાલ ઠાકોરે ફેનસિંગ કરી ગેરકાયદે કબજો જમાવી દીધો હોવાનો આક્ષેપ કર્યો છે.તો અંબાલાલ ઠાકોરે આ આક્ષેપ નકાર્યાં છે.