પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીના કુલપતિ ડો. જે. જે. વોરાની અધ્યક્ષતામાં કસુંબીનો રંગ કાર્યક્રમ અંતર્ગત મેઘાણીના ગીતોની સ્પર્ધા યોજાઈ હતી. રજીસ્ટાર ડી. એમ. પટેલ સહિત ડો. ચિરાગ પટેલ નિયામક શારીરિક શિક્ષણ, યુવા સાંસ્કૃતિક પ્રવુતિઓની ઉપસ્થિતિમાં કન્વેશન હોલમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી સલગ્ન કોલેજોના ૧૪ સ્પર્ધકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં પ્રથમ ક્રમે પૂજા બારોટ (શ્રીમતી પી.કે.કોટાવાલા ,પાટણ ), દ્વીતીય ક્રમે ગૌસ્વામી સત્યમપૂરી (એમ.એ.પરીખ ફાઈન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ,પાલનપુર ) અને તૃતિય ક્રમે પરમાર મયુર (શ્રી વી.આર.પટેલ કોલેજ ઓફ કોમર્સ કોલેજ ,મહેસાણા ) વિજેતા બન્યા હતા.
આ ત્રણેય વિજેતાઓ ગુજરાત રાજ્ય કક્ષાએ ઉપરોક્ત સ્પર્ધામાં યુનિવર્સીટીનું પ્રતિનિધિત્વ કરશે. ડો. રિદ્ઘિ અગ્રવાલે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કયું હતું. આ કાર્યક્રમનું સમગ્ર આયોજન શારીરિક શિક્ષણના નિયામક અને કોચ ગજાનંદ શુક્લ તથા જૂનીયર કારકુન દ્વારા કરવામાં આવ્યું હતું.