મહેસાણા(mahesana) જિલ્લાનું કટોસણ ધનપુરા ગામમાં ગુનેગારો નું સામ્રાજ્ય ફેલાયેલુ છે.કટોસણ ધનપુરા ગામ વિસ્તાર માં હત્યા,દારૂ,જુગાર અને આેઇલ ચોરી જેવા ગુનાઆે માટે ખૂબ જ બદનામ થયેલુ છે અને તેના કારણે તાજેતર માં પોલીસ દ્વારા કડક કાર્યવાહી પણ કરવામાં આવી છે.

પરંતુ પોલીસ કાર્યવાહી માં ઘણા ગુનેગારો ઝડપાઇ ગયા છે તો હજુ ઘણા આરોપીઆે ફરાર છે..આ સ્થિતિ વચ્ચે ગતરોજ મહેસાણા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ(crime branch) સહિત ની પોલીસે કટોસણ માં આરોપીઆેને ઝડપી પાડવા કોમ્બિંગ(combing) કયુઁ હતું.

જેલ હવાલે જોરાવરસિંહ સોલંકી અને ફરાર નરપતસિંહ ઝાલા અને ભાથીભા સોલંકીના ઘરે પોલીસ ગઈ હતી. ત્યારબાદ પરીજનો હવે આક્ષેપ કરવા લાગ્યા છે ત્રણે આરોપી ના મકાનમાં સરસામાનની તોડફોડ કરી પોલીસે નુકશાન પહોચાડ્યું હોવાનો દાવો કરી રહ્યા છે.

બીજી તરફ પોલીસ ના જણાવ્યા મુજબ અમે કોમ્બિંગ કયુઁ છે તોડફોડ કરી નથી. આમ આરોપીઆેના પરીજનો ના પોલીસ ઉપર આક્ષેપથી મામલો ગરમાયો છે.