બનાસકાંઠા – થરા : પંડિત દિનદયાલ ઉપાધ્યાય સાંસ્કૃતિક ગૃહનું કરાયું લોકાર્પણ

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત થરા નગરપાલીકા દ્વારા રુપિયા ૧.૧૪ કરોડના ખર્ચે તૈયાર થયેલ પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલ પૂર્વ આરોગ્યમંત્રી અને બનાસ ડેરી(Banas dairy)ના ચેરમેન શંકર ચૌધરીના હસ્તે લોકાર્પણ કરાયું હતું.

સાંસ્કૃતિક હોલ ખુલ્લો મુકાયા બાદ તમામ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શંકરભાઇ ચૌધરીએ જણાવ્યું કે કાંકરેજના ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલા એ સારો વિચાર મૂકી લોક ઉપયોગી વિચાર મૂક્યો જેના કારણે થરા નગરજનોને લગ્ન પ્રસંગ તેમજ સામાજિક પ્રસંગે આ હોલ કામે લાગશે.

આ પ્રસંગે ધારાસભ્ય એ પણ સાંસ્કૃતિક હોલ થી લોકોને ફાયદો થશે તેમ જણાવેલ આ કાર્યક્રમમાં શંકર ચૌધરી(sankar chaudhary) પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી કીર્તિસિંહ વાઘેલા ધારાસભ્ય અણદાભાઇ પટેલ ચેરમેન એપીએમસી નગરપાલિકાના કોર્પોરેટર તેમજ ગ્રામજનો ઉપિસ્થત રહયા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here