મહેસાણા શહેર માં આવેલી હિરેન ઓઝા ની ખાનગી હોસ્પિટલ માં અજીબો ગરીબ કીસ્સો સામે આવ્યોદ હતો. ખંડોસણ ગામ ના વતની અરવિંદ ચૌધરી એ પોતાના માથામાં વાળનું હેર ટ્રાન્સ પ્લાન્ટ કરાવ્યું હતું અને બે દિવસ ની સારવાર બાદ મોત નિપજતા વિવાદ સર્જાયો છે.
માથાના આગળના ભાગે હેર ટ્રાન્સ પ્લાન્ટ કરાવ્યાના બે દિવસ બાદ અરવિંદ ચૌધરીની તબિયત લથડી હતી પરંતુ પ્રથમ મૃતક યુવાન ના પરીજનોએ આક્ષેપ કર્યાં બાદ નિવેદન કરવાનું ટાળ્યું હતું.
જોકે મોતના વિવાદ ના પગલે વાળ ટ્રાન્સ પ્લાન્ટ થી રિએક્શન થયું હોવાની નોંધ સાથે મૃતકનું પોસ્ટ મોર્ટમ કરાવાયું છે. તો તબીબ હિરેન ઓઝા એ મોત ના વિવાદને નકાર્યો છે.