મહેસાણા જિલ્લા માધ્યમિક શિક્ષાક સંઘ દવારા મહેસાણા અધિક કલેકટરને તેઓની પડતર માંગણીઓ પૂરી નહીં થતાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
પાંચ વર્ષની ફીકસ પગાર નોકરી સળંગ ગણવા અને જૂની પેન્શન યોજના સહિતની માંગણીઓનો આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
તો જિલ્લા માધ્યમિક શિક્ષાક સંઘની આગામી સમયમાં સરકાર દવારા માંગણીઓ પૂરી કરવામાં નહીં આવે તો વિવિધ કાર્યક્રમો થકી સરકારનો વિરોધ પ્રદર્શિત કરવાની ચિમકી પણ ઉચ્ચારી હતી.