ઉંઝા : એપીએમસી દ્વારા ખેડૂતોને અપાઈ પાક સહાય

સ્પાઇસ સીટી તરીકે ઓળખાતા અને એશિયાના સૌથી મોટા એપીએમસી માર્કેટ એવા મહેસાણાના ઊંઝા એપીએમસી દ્વારા ખેડૂતોને પાક સહાય ચેક વિતરણ કરવામાં આવ્યું હતું.

પાક સહાય ચેક વિતરણ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રુપાણીએ વર્ચુઅલ માધ્યમથી હાજરી આપી હતી. ઉપરાંત, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ અને સામાજિક કાર્યકર સોમાભાઈ મોદી, પૂર્વ પ્રદેશ ભાજપ મહામંત્રી કે સી પટેલ પણ ઉપસ્થિતિ રહ્યા હતા.

ઊંઝા તાલુકામાં મુખ્યત્વે જીરું, વરીયાળી અને ઇસબગુલનો પાક ખેડૂતો વાવણી કરે છે. આવા ર૩પ૦ જેટલા ખેડૂતોને કુલ રૂ.૮૯ લાખના સહાય ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. એટલે કે, ૧ એકર પેટે રૂ.૪૮૦૦ ની મર્યાદામાં ખેડૂતોને પાક સહાય અપાઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here