મહેસાણા જિલ્લામાં કોરોના કાળમાં સાઉન્ડ સિસ્ટમ અને ડી.જે. મ્યુઝિક સાથે સંકળાયેલા ૪૦૦ થી વધુ લોકો બેરોજગારીનો સામનો કરી રહ્યા છે.
કોરોના કાળમાં સાઉન્ડ સિસ્ટમના ધંધા ઠપ્પ થવાની સાથે બેરોજગારીના કારણે અનેક કલાકાર અને રોજગારી મેળવતા લોકોએ સાઉન્ડ બિઝનેશ છોડી અન્ય ધંધા તરફ વળી ગયા છે.
આથી બેકારીનો સામનો કરી રહેલા મહેસાણા સાઉન્ડ એસોસિયેશનએ આજે અધિક કલેક્ટર અને પોલીસ વિભાગ ને આવેદનપત્ર આપી સાઉન્ડ બિઝનેશ વાળાને ધંધા માટે મંજૂરીની માંગણી કરી હતી. એક તરફ મંજૂરી વિના સાઉન્ડ સિસ્ટમ વાળા બેરોજગારીનો સામનો કરી રહ્યા છે
તો વળી કયારેક કોઈ જાહેર કાર્યક્રમ કરે તો સોશ્યલ ડિસ્ટન્સની પોલીસ ફરીયાદનો સામનો કરવો પડી રહ્યો હોવાના પ્રતિભાવો વ્યકત કર્યાં હતા.