મહેસાણા શહેર ની મધ્યમાં પીલાજી ગંજ વિસ્તાર માં બહેરા મૂંગા સરકારી સ્કૂલ માં આવેલા સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ માંથી કિશોર ગુમ થતા ચકચાર મચી ગઇ છે.
માતા-પિતા વિના અનાથ બનેલા અને રખડતા મળી આવેલા બાળકો ને મહેસાણા સ્થિત સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ માં રાખવા માં આવે છે, હાલ માં ચિલ્ડ્રન હોમ માં કુલ ૪ બાળકો છે જે માંથી બે પરપ્રાંતીય અને બે બાળકો ગુજરાત ના રાખવા માં આવેલા છે..
તે માંથી ઉત્તર પ્રદેશ નો કિશોર ચિલ્ડ્રન હોમ માંથી અચાનક ગાયબ થતા ચિલ્ડ્રન હોમ અધિક્ષકે અજાણ્યા ઈસમ સામે કિશોર નું અપહરણ કયું હોવાની મહેસાણા શહેર એ.ડિવિઝન પો.સ્ટે.માં ફરીયાદ નોંધાઈ છે.

