મહેસાણા : રહેણાંક વિસ્તારમાં વાણિજય હેતુનો ઉપયોગ કરાતા વિવાદ

મહેસાણામાં રહેણાંક હેતુ માટે બાંધકામ પરવાનગી છતાં કોમર્શિયલ બાંધકામ બનાવી દીધાનું પ્રકાશમાં આવ્યું છે. મહેસાણાના લકી પાર્ક થી મોઢેરા રોડ વિસ્તારમાં આવેલું આ કોમ્પલેક્ષ બનીને તૈયાર થઈને ઉપયોગ પણ કોમર્શિયલ રીતે ચાલૂ થઈ ગયું છે.

અને મહેસાણા નગરપાલિકા ઊંઘતી ઝડપાઇ છે. જ્યારે પાલિકાને આ મુદ્દે ખબર પડે છે ત્યારે પાલિકાએ હજુ નોટિસ આપીને કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે. મહેસાણા પાલિકાના ચીફ આેફિસરના જણાવ્યા મુજબ રેવન્યુ સર્વે નંબર ૧૯૮ પૈકીના બ્લોક નંબર ૪ મા રહેણાંક હેતુ બાંધકામ માટે પરવાનગી અપાઈ હતી. જેની જગ્યાએ વાણિજ્યક હેતુ માટે કોમ્પલેક્ષ તૈયાર કરીને ઉપયોગ પણ શરૂ કરી દેવાયો છે.

ત્યારે હજુ પાલિકા એવી નોટિસ આપીને સંતોષ માને છે કે વાણિજ્યક હેતુ ઉપયોગ કરવો નહી અને વાણિજ્યક હેતુ માટે ઉપયોગ કરાશે તો કાર્યવાહી કરાશે. તો શું પાલિકા ને હજુ એ નહી દેખાતું હોય કે, અહી કોમર્શિયલ ઉપયોગ પણ શરૂ થઈ ગયો છે તે ચર્ચાનો વિષય બન્યો છે.