મહેસાણા જિલ્લાના વિસનગર તાલૂકાના ૧રપ ઘર અને ૧૪૦૦ ની વસ્તી ધરાવતા રાવળાપુરા ગામમાં રહેતા નાના ખેડૂત લવજીભાઈ નાથુભાઈ ચૌધરી (કે જેમણે બીએસઇ એગ્રી નો અભ્યાસ કરેલ છે ) અને તેમનાં પત્ની રૂપાબેને પોતાનો પુત્ર નિસર્ગ ચૌધરી ઉચ્ચ શિક્ષણ મેળવી જવલતકારકિદી પ્રાપ્ત કરે તેવાં સપના જોયાં હતાં.
નિસર્ગ ચૌધરી ભણવામાં શરૂઆતથી જ તેજસ્વી હતો. વિસનગર ખાતેની સહજાનંદ સ્કૂલમાં હાયર સેકન્ડરી માં ૯૪% મેળવી નિસર્ગ અમદાવાદની એચ.એલ.કોલેજ આેફ કોમર્સમાં પ્રવેશ મેળવ્યો હતો. પોતાના પિતાને અમદાવાદમાં ભણાવવાનો ખર્ચ એક સામાન્ય ખેડૂત હોવાને કારણે આેછી આવકના કારણે પરવડે તેમ ન હતો આ સમયે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ સારી ફેસિલિટી સાથેની સમરસ હોસ્ટેલ યોજના તેમની વ્હારે આવી હતી.ઊંચી ટકાવારીને કારણે સમરસ હોસ્ટેલમાં પ્રવેશ મેળવી નિસર્ગ એચ.એલ.કોલેજ આેફ કોમર્સમાં અભ્યાસની શરૂઆત કરી હતી અને અભ્યાસ કરી વર્ષ-ર૦ર૦માં બીકોમની ડીગ્રી મેળવી હતી. નિરમા કોલેજમાં એમબીએનું મળેલું એડમિશન તેણે જતું કયુઁ કારણ કે તેની નજર આઈઆઈએમ તરફ હતી.
પોતાના પિતા પાસે આર્થિક સગવડ નહિ હોવાથી ઘરે બેસીને લોકડાઉનમાં જાતે મહેનત કરી એક વાર ફેલ થયા પછી હિંમત હાર્યા વિના ૮પ ટકા સાથે તેણે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (કેટ)ની પરીક્ષા ઉત્તીર્ણ કરતાં ૮ ઈિન્સ્ટટ્યુટ આેફ મેનેજમેન્ટમાંથી ઈન્ટરવ્યુ કોલ મળ્યા હતા. પરંતુ, તેણે જમ્મુ, કાશીપુર, સંભલપુર અને બોધગયા સહિતની કોલેજોને બદલે રાંચી સ્થિતિ આઈઆઈએમમાં પ્રવેશ મેળવ્યો હતો. નોંધ પાત્ર છે કે, ર થી ર.પ લાખ પરીક્ષાર્થીઓ પૈકી સિલેકટ થયેલા પ૦૩ તારલાઆેમાં નિસર્ગને સ્થાન મળ્યું હતું. આમ નાનકડા ગામના નીચલા મધ્ય વર્ગના ખેડૂત પુત્રો પોતાનાં માતા પિતાના આેરતા અધૂરા રહેવા દીધા નથી.
ત્યારબાદ, તેણે ઉચ્ચ શિક્ષણ મેળવવા ઈચ્છતા જરૂરિયાતમંદ વિધાર્થીઓને મદદરૂપ થવાની પણ મહેચ્છા વ્યકત કરી છે.
મન હોય તો માળવે જવાય .. આ કહેવતને સાકાર કરી પરિવારની શ્રધ્ધા ઉપર ખરા ઉતરનાર નિસર્ગ ચૌધરીએ જણાવ્યું હતું કે, કોવિડ ૧૯ના સ્ટાન્ડર્ડ આેપરેટીગ પ્રોસિઝર મુજબ રાંચીની ઈિન્સ્ટટયુટ આેફ મેનેજમેન્ટ આેફ લાઈન કે આેન લાઈન શિક્ષણની જોગવાઈ કરે તે પ્રમાણે પોતે અભ્યાસ કાર્યમાં સક્રિય બની જશે. ત્યારબાદ, પિતાની લોન ચૂક્તે કરી ગ્રામીણ વિસ્તારોના તેજસ્વી છાત્રોનેસહાયરૂપ થવા પ્રયત્નશીલ રહેવાનું જણાવ્યું હતું.