ગુજરાત સરકાર ના વન વિભાગ દ્વારા ૭પ માં સ્વાતંત્ર્ય પર્વ ની ઉજવણી સમયે આજરોજ મહેસાણા જિલ્લા માં ૭ર માં વન મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી છે..
ગુજરાત રાજ્ય ના પશુપાલન મંત્રી કુંવરજી બાવળીયા ની ઉપિસ્થતિ માં મહેસાણા જિલ્લા માં તરભ ના પ્રસિદ્ઘ વાળીનાથ મંદીર ના સાંનિધ્ય માં ૭ર માં વન મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે વાળીનાથ મંદીર દ્વારા પણ ૧ લાખ વૃક્ષો નું વાવેતર કરવા ની મંદીર ના મહંત જયરામગીરી એ જાહેરાત કરી છે..
આથી મહેસાણા જિલ્લા માં વન મહોત્સવ ને પ્રોત્સાહન આપવા માટે મોટી સંખ્યા માં વૃક્ષારોપણ કરવા ની સાથે વૃક્ષો નું વાવેતર અને જતન કરવાનો નીર્ધાર કરાયો હતો.