Mehsana : કડી પંથકમાં આ વર્ષે સામાન્યથી અતી ભારે વરસાદ (Rain) પડ્યો હતો. આ વર્ષે ચોમાસાની સીઝનનો સૌથી વધુ વરસાદ છેલ્લા ત્રણ દિવસમાં પડતા અનેક ઠેકાણે પાણી ભરાઈ જવાની સમસ્યા ઉદભવી હતી. છેલ્લા ત્રણ દિવસમાં 8 ઇંચથી પણ વધુ વરસાદ પડતા સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જ્યાં ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી હતી.

કડી (Kadi) શહેર અને તાલુકામાં શનિવારે રાત્રેથી જ વરસાદની શરૂઆત થઈ હતી. છેલ્લા 48 કલાકમાં 8 ઇંચથી પણ વધુ વરસાદ ખાબક્યો હતો. કડીના કરણનગર રોડ, નાની કડી વિસ્તાર, એસવી ની પાછળ, સુજાતપુરા જેવા અનેક વિસ્તારોમાં કેળ સમા પાણી જોવા મળ્યા હતા. જ્યારે 10થી વધુ સોસાયટીના મકાનોમાં પાણી ભરાઈ ગયા હતા. કડી શહેરની અંદર આવેલ બંને અંડરબ્રિજોમાં પાણી ભરાઈ જતા તંત્ર દ્વારા વાહનવ્યવહાર બંધ કરવાનો વારો આવ્યો હતો.

કડીના રોડ ઉપર આવેલ અંડર બ્રિજ જાણે પાણીમાં ગરકાવ થઈ ગયો હોય તેવું જોવા મળ્યું હતું. કડી શહેર અને તાલુકાની અંદર દર વર્ષે સામાન્યથી અતિ ભારે વરસાદ પડવાની સાથે જ આ અંડર બ્રિજમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ જતા હોય છે. છેલ્લા ત્રણ દિવસથી મુશળધાર વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે અંડર બ્રિજમાં પાણી ભરાઈ જતા સ્વિમિંગ પૂલ જેવા દ્રશ્યો સર્જાયા હતા. શનિવાર રાત્રેથી જ આ બ્રિજને તંત્ર દ્વારા બંધ કરવાનો વારો આવ્યો હતો. જ્યાં સોમવાર દિવસ દરમિયાન અવિરત વરસાદ ચાલુ રહેતા અંડર બ્રિજમાં પાણી ભરાયેલું જોવા મળ્યું હતું. જેના કારણે કડી શહેરનો વાહન વ્યવહાર ખરવાયો હતો. અંડર બ્રિજમાંથી રોજના હજારો વાહનો પસાર થાય છે. જ્યારે છેલ્લા બે દિવસથી અંડરબ્રિજને પાણી ભરાવાના કારણે તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવતા વહનચાલકોને 2 km ફરીને જવાનું વારો આવ્યો હતો.

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024